News of Monday, 8th March 2021
રઘુવંશી સાહેલી ગ્રુપનો દ્વીતીય વર્ષમાં પ્રવેશ
કોરોના કાળમાં લોકડાઉનના સમયમાં શરૂ કરાયેલ રઘુવંશી સાહેલી ગ્રુપે સફળ એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કરેલ છે. વર્ષ દરમિયાન લોકડાઉનમાં ફસાયેલા લોકોને ભોજન પુરૂ પાડવાથી માંડીને અન્ય ૧૭ જેટલી પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી. બહેનોને સ્વરોજગારી, બ્યુટી પાર્લર, કુકીંગ, નેચરોપથી તાલીમ જેવી પ્રવૃત્તિ વધારવાની નેમ આ ગ્રુપ રાખે છે. તેમ પ્રમુખ હેમાબેન કકકડ (મો.૯૯૨૫૭ ૬૧૮૨૨) અને મંત્રી રંજનબેન કોટક (મો.૯૮૨૫૬ ૩૯૯૮૬) ની યાદીમાં જણાવાયુ છે.
(4:27 pm IST)