રાજકોટ
News of Monday, 8th March 2021

વિજ્ઞાન દિવસની ઉજવણી

 સિસ્‍ટર નિવેદિતા સ્‍કુલમાં પ્રાથમિક વિભાગમાં રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૬૪ વિદ્યાર્થી ભાઇ બહેનોએ ભાગ લીધો હતો. ટપક સિંચાઇ પધ્‍ધતિ, એરકુલર, જૈવીક ખાતર, સ્‍ટાર્ચનું પરિક્ષણ, હવાનું દબાણ, કલીન વોટર સપ્‍લાય વગેરે પ્રયોગો રજુ થયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી ઉર્વીબેન મીને અને શ્રીમતી ઉલ્‍કાબેન આચાર્યએ જહેમત ઉઠાવી હતી.

(4:25 pm IST)