રાજકોટ
News of Monday, 8th March 2021

નારી હવે તુ જાગૃત થા, ફુલ નહી ચિન્નગારી થા, તું સ્‍વયં સન્‍માનીત થા, સતી નહીં હવે તુ શકિતથા

‘વિશ્વ નારી દિવસે' પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાનો પ્રેરક સંદેશ

રાજકોટ તા. ૮ : પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પ્રાસંગીક નિવેદનમાં જણાવ્‍યું છે કે વિશ્વનારી દિવસે ૮ માર્ચ જે દિવસે સમગ્ર વિશ્વ નારીનું સન્‍માન કરે છેતેની સફળતા તેની સિદ્ધિઓને બિરદાવે છે પરંતુ ભારતીય સંસ્‍કૃતિએ પ્રથમથી જ માતૃ-શકિતની સંસ્‍કૃતિ છે. આ દેશમાં નારીને શકિત સ્‍વરૂપે પુજવામાં આવે છે.

ભારતએ મહાંન રાષ્‍ટ્ર છે. કે જયાં રામયણ કાળથીસ્ત્રીઓને સ્‍વતંત્રતા આપવામાં આવતી હતી. આદિ અનાદીકાળથી આ દેશમાંસ્ત્રીઓને માતા તરીકે, સહનશીલતાની મૂર્તિ તરીકે, બહેન તરીકે, પુજવામાં આવે છે. અત્‍યારે પણ ભારતીયસ્ત્રીઓને ખરેખર સ્‍વતંત્રતા મળી છે.સમાજની સ્‍વીકૃતિ સાથે સ્‍વતંત્રતા અને સફળતા સાથે પોતાના વ્‍યવસાયમાં કાર્યરત છે. અને છતા પણ પોતાના કુટુંબના મુલ્‍યોને જાળવી ભારતીયનારી દરેક ક્ષેત્રે સફળ થઇ શકી છ.ે

આજનીસ્ત્રી દ્રઢતા સાથે લડે છે અને સહેલાઇથી હાર સ્‍વીકારી લેવામાં માનતી નથી. ભારતનીસ્ત્રીઓએ પરિવાર સંતાનોનો ઉછેર આપણી સંસ્‍કૃતિ, ધર્મ અને સભ્‍યતાને સાથે જોડી રાખી છે. અને દાંમ્‍પત્‍ય જીવનને પણ સફળ કર્યુ છે.

ભારતીય નારીને મન સૌને સાથે જોડાવા એજ સંસ્‍કાર છે નારીને પુરૂષ સમકક્ષ બનાવવાની વાત કરવી તેનાં કરતા નારી પુરૂષ કરતા વેંત ઉંચી છે અને તેને મળેલું માતૃત્‍વનું વરદાન એ તેને આકાશની ઉંચાઇએ પહોંચાડે છે. પરંતુ આજે શિક્ષણના પ્રચાર-પ્રસાર છતા ઘરેલું હિંસા વકરી રહી છે.આર્થિક તનાવ નારીના જીવનમાં આવેલા આકસ્‍મિક પરિવર્તનો તેમજ વિલંબીત ન્‍યાયીક પ્રક્રિયાના કારણે આજે પણ કયાંકને કયાંક નારી શોષીત, પીડીત અને અબળા સ્‍વરૂપે છે ત્‍યારે સમાજની  દરેક છેવાડાની નારી સુધી શિક્ષણ અને જાગૃતિ પહોંચે બંધારણે આપેલા તેના અધિકારો તેને મળે તે દિશામાં પગલા લેવા જરૂરી છે છતા પણ આજે ભારતીય નારી આધુનિક યુગ સાથે પરિવર્તીત થઇ રહી છે.

નારી હવે તુ જાગૃત થા

ફુલ નહી ચિન્નગારી થા,

તું સ્‍વયં સન્‍માનીત થા,

સતી નહી હવે તું શકિત થા.

(4:23 pm IST)