શ્રમજીવી સોસાયટીમાં મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : ૮ ઝડપાયા
ભકિતનગર પોલીસનો દરોડો : ઘંટેશ્વર રપ વારીયામાં જુગાર રમતા ત્રણ પકડાયા
રાજકોટ, તા. ૮ : ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટીમાં મકાનમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મહિલાઓ સહિત આઠ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ ઢેબર રોડ શ્રમજીવી સોસાયટીમાં એક મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ દિવ્યરાજસિંહ ઝાલા અને. ભાવેશભાઇ મકવાણાને બાતમી મળતા પી.આઇ. જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર. જે. કામળીયા એ.એસ.આઇ. ફીરોજભાઇ શેખ, ભાનુભાઇ મીયાત્રા, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, દિવ્યરાજસિંહ, ભાવેશભાઇ, રણજીતસિંહ, મનીષભાઇ, રાજેશભાઇ, હિતેન્દ્રસિંહ તથા મહિલા કોન્સ. શીતલબેન સહિતે શ્રમજીવી સોસાયટી શેરી નં. માં આવેલા મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક લલીતાબેન જયંતીલાલભાઇ પીત્રોડા (ઉ.વ.૬ર), રૈયાધાર મફતીયાપરાના ભારતીબેન સંજયભાઇ રાઠોડ, ઢેબર રોડ ગોપાલનગર શેરી નં. ૩ના સોનલબેન નરેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૩), પરસાણા સોસાયટીના અમીનબેન અતુલભાઇ બગડાઇ, ઢેબર રોડ ગોપાલનગરના ભારતીબેન કિરીટભાઇ કક્કડ, રૈયા રોડ શીવપરાના ભાવનાબેન સવસીભાઇ જંજવાડીયા, મવડી ચોકડી ન્યુ રાજદીપ સોસાયટીના મીનાબેન દીનેશભાઇ લુડકીયા અને પટેલ બોર્ડીંગ મેઇન રોડ શોભના સોસાયટીના વિશાલ જીતેન્દ્રભાઇ ભીમાણીને પકડી લઇ રૂા. ૧પ,ર૧૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
જયારે બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. ગોપાલભાઇ તથા નવરાજભાઇને મળેલી બાતમીના આધારે પી.આઇ.કે.એ. વાળાના માર્ગદશર્ન હેઠળ પી.એસ.આઇ. જે.જી. રાણા, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, કિશોરભાઇ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, દિગ્વીજયસિંહ, ગોપાલભાઇ તથા બ્રીજરાજસિંહ સહિતે દરોડો પાડી ઘંટેશ્વર રપ વારીયામાં જાહેરમાં જુગાર રમતા આશિફ ફીરોઝભાઇ કુરેશી (ઉ.વ.૩૬) (રહે. ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર), મહેમદ રફીક હુશેનમીયા સૈયદ (ઉ.વ.૪૯) (રહે. કૃષ્ણનગર શેરી નં.૪) અને રાજુ હરીભાઇ ચોટલીયા (ઉ.વ.પ૭) (રહે. કેવડાવાડી શેરી નં. રર/ર૩) ને પકડી લઇ રૂા. ૧૦,૦૭૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.