News of Friday, 8th March 2019
કણકોટ પાસે રિક્ષા પલ્ટી ખાઇ જતાં ચાર પતિ-પત્નિ સહિત ચારને ઇજા
રાજકોટ તા. ૮: કાલાવડ રોડ પર કણકોટ નજીક ગવર્નમેન્ટ કોલેજ પાસે રિક્ષા પલ્ટી ખાઇ જતાં પતિ-પત્નિ સહિત ચારને ઇજા થઇ હતી.
ગોવર્ધન ચોક શિવધારા-૧માં રહેતાં દિનેશભાઇ બાબુભાઇ ધંધુકીયા (ઉ.૪૨), મંજુલાબેન દિનેશભાઇ ધંધુકીયા (ઉ.૪૧) તથા મવડી ૨૫ વારીયામાં રહેતી અફસાના બહાઉદ્દીન પીલુડીયા (ઉ.૧૮) અને મુમતાઝબેન બહાઉદ્દીન પીલુડીયા (ઉ.૪૨)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
(11:58 am IST)