રાજકોટ
News of Wednesday, 8th February 2023

સોમનાથ સોસાયટીના માથાભારે પાડોશી પરિવાર સામે પગલા લેવા અને ઇમ્‍પેકટ ફી, કરવેરાના પ્રશ્રોનું નિરાકરણ લાવવા પોલીસ કમિશ્નર અને મ્‍યુનીસીપલ કમિશ્નરને રજુઆતો

રાજકોટઃ સોમનાથ સોસાયટીમાં રહેતા  અજયભાઇ તન્નાને તેમના માથાભારે પાડોશી મુકેશ માલવી અને મીત માલવીના ત્રાસમાંથી મુકત કરાવવા પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી. માલવી પરિવારના ઘરે ચાલતા ગેરકાયદે એસીડ અને ફિનાઇલના ધંધાને બંધ કરાવવા અગાઉ  થયેલી રજુઆતનો ખાર રાખી ત્રાસ અપાતો હોવાનું જણાવાયું છે. મુકેશ માલવી દ્વારા તેના મળતીયાઓ સાથે સોમનાથ સોસાયટીના રહેવાસીઓ વિરૂધ્‍ધ ખોટી રજુઆતો અને ખોટા આરોપો મુકવામાં આવ્‍યા હતા. આ સંદર્ભે રઘુવંશી યુવા શકિત સંઘ અને સોમનાથ સોસાયટીના રહેવાસીઓએ મ્‍યુનિસીપલ કમિશ્નર સમક્ષ ઇમ્‍પેકટ ફી, વેરા અને લાઇટ બીલ સહીતના  પ્રશ્નોનું નિરાકરણ લાવવા પણ રજુઆતો કરી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:22 pm IST)