રાજકોટ
News of Saturday, 8th February 2020

બનાવટી વિમા પોલીસી બનાવવા અંગે મોરબી પોલીસમાં થયેલ ફરીયાદ

રાજકોટ, તા., ૮: અત્રે ગો ડીજીટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગોડીજીટ કંપનીની બનાવટી વીમા પોલીસી બનાવનાર ઇસમો સામે તા. ૭-ર-ર૦ર૦ના રોજ ધોરણસરની ફરીયાદ નોંધાવતા સંદર્ભે પોલીસ દ્વારા એફ.આઇ. આર.  રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ બનાવની હકીકત એવી છે કે રાજકોટ ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલ ગોડીજીટ કંપનીમાં નોકરી કરતા નીકુંજ મહેશભાઇ શુકલ દ્વારા તા.૭-૧-ર૦ર૦ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એવી અરજી આપવામાં આવેલ હતી કે અમારી રાજકોટ બ્રાન્ચે અંદાજીત બે મહીના પહેલા મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ જાબુઆ (મધ્યપ્રદેશ)ના મોટર એકસીડન્ટ કલેઇમ કેસ નં. ર૩પ/૨૦૧૯ મુજબના દાવા વીમા પોલીસી કોર્ટના સમન્સ સાથે મળેલ હોય જે અંગે અમોએ વીમા પોલીસી વેરીફાઇ કરતા અમારી વીમા કંપની ગો ડીજીટ દ્વારા આવી કોઇ પ્રકારની પોલીસી ઇસ્યુ કરવામાં આવેલ નથી અને ગોડીજીટ દ્વારા આવી કોઇ પ્રકારની પોલીસી ઇસ્યુ કરવામાં આવેલ નથી અને ગો ડીજીટ દ્વારા આમ આ પોલીસી નં. ડી૦૦૪૬૪ર૭૯૧ તા. ર૪ જુન ર૦૧૯ થી ર૩ જુન ર૦ર૦ સુધીના સમયગાળા માટે ઇસ્યુ કરવામાં આવેલ ન હોય અને આ ડી૦૦૪૬૪ર૭૯૧ નંબરની પોલીસી બનાવટી હોય જે રેકર્ડ વેરીફાઇ કરતા જાણવા મળેલ હતું મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજી. નં. ૧૦૦/૧૯ના કામે અજાણ્યા ઇસમો દ્વારા વાહન નંબર જીજે-૩૬-એસ-૧૪૪૮ની બનાવટી પોલીસીની ખરી તરીકે ઉપયોગ કરી મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ જાબુઆમા કલેઇમ કેસ દાખલ કરી બનાવટી વીમા પોલીસીના આધારે અમો ફરીયાદીની વીમા કંપની સાથે ઠગાઇ આરોપીઓએ કરેલ છે.

મોરબી પોલીસ સમક્ષ બનાવટી વીમા પોલીસી આરોપીઓએ રજુ કરેલ આમ આરોપીઓ બદ ઇરાદો ધરાવતા હોય અને તેઓએ ઇ.પી.કો. કલમ ૪૬પ, ૪૬૭, ૪૭૧, ૪ર૦, ૪૦૬ વીગેરે કલમો હેઠળ ગંભીર ગુનો આચરેલ હોય ફરીયાદીની ફરીયાદ તાત્કાલીક ધોરણે રજીસ્ટર લઇ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યોગ્ય નશ્યત પહોંચાડશો તે મુજબની એફ.આઇ.આર. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગો ડીજીટ વીમા કંપની દ્વારા નોંધાવવામાં આવેલ છે.

(3:36 pm IST)