રાજકોટ
News of Saturday, 8th February 2020

બહેનપણી સાથે થયેલા ઝઘડાના ટેન્શનમાં બાલભવન પાસે રાધીકાએ હાથમાં છરકા કર્યા

રાજકોટ, તા. ૮ :  રેસકોર્ષ બાલભવન પાસે યુવતીએ બહેનપણી સાથે ઝઘડો થતા તેના ટેન્શનના કારણે હાથમાં છરીથી છરકા કરતા તેને સારવાર માટે ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ પોપટપરમાં રઘુનંદન સોસાયટી રહેતી રાધીકા હર્ષદભાઇ ધામેચા (ઉ.વ.ર૦) એ રાત્રે બાલભવન નજીક પોતાની જાતે છરી વડે જમણા હાથમાં ચેકો મારતા તેનો સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જાણ થતા પ્રનગર પોલીસ મથકના એએસઆઇ સુરેશભાઇ જોગસણા તથા રાઇટર હિરેનભાઇએ હોસ્પીટલે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીને તેની બહેનપણી તપાસમાં યુવતીને તેની બહેનપણીસાથે ઝઘડો થતા તેના ટેન્શનાં કારણે તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું હતું.

(3:36 pm IST)