રાજકોટ
News of Saturday, 8th February 2020

ક્રાઇમ બ્રાંચે મારૂતિનગરમાંથી ધવલ મુંડીયાને ૧૫ બોટલ દારૂ સાથે પકડ્યો

રાજકોટ તા. ૮: ડીસીબીએ કુવાડવા રોડ પર મારૂતિનગર-૧ અમિ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતાં ધવલ મનસુખભાઇ મુંડીયા (ઉ.૩૦)ને રૂ. ૨૭૮૨૦ના ૧૫ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

એસીપી જે. એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં એએસઆઇ બી. જે. જાડેજા, ચેતનસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ સહિતે બાતમી પરથી આ દરોડો પાડ્યો હતો.

(3:35 pm IST)