રાજકોટ
News of Saturday, 8th February 2020

મોબાઇલ ટાવરનો ૪ર.૬ કરોડનો બાકી વેરો કયારે વસુલાશેઃ વિપક્ષી નેતા

ર૦૧૮ થી કોર્પોરેશનને કરોડોનું નુકશાનઃ વશરામભાઇ સાગઠીયા

રાજકોટ, તા.,૮: મ્યુ. કોર્પોરેશન દ્વારા મોબાઇલ ટાવરનો અંદાજે રર.૬ કરોડનો વેરો કયારે વસુલાશે? તેવો સવાલ વિપક્ષી નેતાં વશરામભાઇ સાગઠીયાએ ઉઠાવ્યો છે.

આ અંગે શ્રી સાગઠીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટમાં આવેલ મોબાઈલ ટાવર કંપનીઓ ને તા. ૦૧-૦૪-૨૦૧૮ સ્ટેન્ડિંગ કમીટી માં ઠરાવ કરી ૫૦ નો ભારાંક માંથી ૧૫ કરતા કોર્પોરેશનને કરોડો રૂપિયા નુકશાન થઇ રહ્યું છે તેમ છતાં માનીતી ટાવર કંપનીઓને ખટાવવાનો ભાજપનો કારસો પાર પડી ગયો હતો ત્યારે પણ અમે કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો હતો પરંતુ છતાં કોર્પોરેશનને કરોડો રૂપિયા નું નુકશાન કરાવવા વાળાને મારો સિધ્ધો સવાલ છે કે આપે જુના ભાવ મુજબ ૧ વર્ષનો ટાવર કંપનીઓનો ટેક્ષ ૧૯ કરોડ ૩૨ લાખ થતો હતો અને આપણા  પ્રતાપે નવો ભાવ મુજબ ૬ કરોડ ૩૮ લાખ થાય છે તેમ છતાં ભાજપની માનીતી ટાવર કંપનીઓ ટેક્ષ ભરતી નથી આજની તારીખે આ ટાવર કંપનીઓ પાસે ૪૨ કરોડ ૬ લાખ રૂપિયા બાકી છે અને તેમાંથી બે કંપનીઓ કોર્પોરેશન સામે કોર્ટમાં મેટર લઈ ગઈ છે અને તે પણ કોઈકના ઈશારે કોર્ટમાં ગઈ છે તેમાંથી ૧ કંપનીની પાસે તો ૨૮ કરોડ ૬૬ લાખ રૂપિયા એક જ પાસે ૨૯૨ ટાવરના બાકી છે તો કોના પ્રતાપે આ કરોડોનો ચૂનો રાજકોટ મહાનગરપાલિકા ને લાગી રહ્યો છે તેવા આક્ષેપો શ્રી સાગઠીયાએ કર્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યં છે  ખાસ તો પહેલા થી જ ટાવર કંપનીઓ ઉપર મહેરબાન શાશકો ના ઈશારે અધિકારીઓએ ટેક્ષ ગણવામાં રહેમ રાખી છે કારણ કે કોઇપણ નાગરિક પોતાના મકાન બનાવે ત્યારે તેની હાઈટ ૩૦ ફૂટ સુધીમાં એક માળ નું હોય તેવું છે પરંતુ મોબાઈલ ટાવરની હાઈટ ૩૦ ફૂટ કરતા વધારે હોય છે તેથી જેમ લોકો પાસેથી બે માળ – ત્રણ માળ – ચાર માળ ના ટેક્ષ કોર્પોરેશન વસુલે છે ટે હાઈટ પ્રમાણે ટાવર કંપનીઓનો ટેક્ષ વસૂલવો જોઈએ આજ તો ફકત કાર્પેટ એરિયા પ્રમાણે જ વસુલે છે જેથી કોર્પોરેશનને પહેલેથી કરોડોનું નુકશાન થયું હતું અને વધારે ફાયદો આપી બીજા કરોડોનું નુકશાન કોર્પોરેશનને કરાવ્યું છે તો અમારો સિધ્ધો સવાલ છે કે જો ગરીબ માણસના મકાનનો ટેક્ષ રૂ.૫૦૦ આવ્યો હોય બે વર્ષથી બાકી હોય તો નોટીશ આપે છે અને તે રકમમાં ૧૮ વ્યાજ સાથે વસુલે છે અને આવી મોટી કંપનીઓ કે જે અબજો નો નફો કરે છે તેમની પાસે કોર્પોરેશનના કરોડો રૂપિયા બાકી તેને કેમ સીલ મારતા નથી કે બંધ કરાવતા નથી ? કોની મેહરબાની થી આ બધું ચાલે છે ?

કોર્પોરેશન ટેક્ષ ફકત ૭૦૧ મોબાઈલ ટાવરનોજ ગણયો છે હજી તો એક અંદાજ મુજબ ૧૨૫ થી ૧૫૦ ટાવર ટેક્ષ ગણયો પણ નથી અને ચોપડે ચડાવ્યો પણ નથી તેવો અમારું માનવું છે અમારા લોકો દ્વારા મોબાઈલ ટાવર અમોએ ગણાવ્યા છે તે જોતા ૩૮ ટાવર તો કોર્પોરેશનમાં નોંધ્યા જ નથી તો આનું શું ? અધિકારીઓ કયારે જાગશે ? પદાધિકારીઓ કયારે હુકમ કરશે ? અને રાજકોટ ની પ્રજાના પરસેવાની કમાણી ની હિસાબ કયારે મળશે ? તેવો સવાલ શ્રી સાગઠીયાએ આ તકે ઉઠાવ્યો છે.

(3:36 pm IST)