રાજકોટ
News of Saturday, 8th February 2020

૩૫૦૦૦ ની રોકડ અને જરૂરી કાગળો સાથેનું પર્સ પરત કરી ઇમાનદારીનો દાખલો બેસાડતા ટીટીઇ અહેમદ ડોડીયા

રાજકોટઃ તા.૬ ઠ્ઠીના સવારે બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસમાં બાંદ્રાથી રાજકોટ આવેલા મુસાફર મનીષકુમાર ખત્રી પોતાનું પર્સ ગાડીમાં ભુલી ગયા હતા. એક સહયાત્રીએ આ પર્સ ગાડી ઉપડવાના સમયે રાજકોટ સ્ટેશન પર ફરજ રહેલા ટીટીઇ અહેમદ ડોડીયાને સુપ્રત કર્યુ હતું અને કોઇ યાત્રી ભુલી ગયાની જાણ કરી હતી. અહેમદ ડોડીયાએ તુર્ત જ સબંધીત અધિકારી અને કાર્યાલયના સ્ટાફને આ બારામાં સુચના આપતા પુછપરછ કાર્યાલયમાં પહોંચેલા યાત્રી મનીષકુમાર ખત્રીને ૩પ૦૦૦ રોકડ અને પાનકાર્ડ, આધારકાર્ડ જેવા જરૂરી કાગળો સાથેનું પર્સ સુપ્રત કર્યુ હતું. આ બદલ રેલ્વેના કોમર્શીયલ મેનેજરે શ્રી રવિન્દ્ર શ્રીવાસ્ત અને સહાયક વાણીજય પ્રબંધક શ્રી અસલમ શેખ દ્વારા ટીટીઇ અહેમદ ડોડીયાની ઇમાનદારીની સરાહના કરવામાં આવી હતી.

(3:25 pm IST)