રાજકોટ
News of Saturday, 8th February 2020

વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં.૨નાં વિવિધ વિસ્તારોમાં ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભ

રાજકોટઃમહાનગરપાલિકાના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વિધાનસભા-૬૯ના ધારાસભ્ય તથા ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં.૦૨માં આવેલ ગ્રીનપાર્ક, સિંચાઇનગર, આર.કે. પાર્કમાં ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ મહામંત્રી દશરથભાઈ વાળા, વોર્ડ નં.૦૨ મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, કમલભાઈ ભટ્ટ, કમલેશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ મિરાણી, ગુલાબસિંહ જાડેજા, નીલેશભાઈ વ્યાસ, જયસુખભાઈ પરમાર, યોગરાજસિંહ જાડેજા, સીમાબેન અગ્રવાલ, જયભાઈ દવે, જય સોમમાણેક, વિક્રમસિંહ જાડેજા, કૌશિકભાઈ અઢીયા, પલ્લવીબેન ચૌહાણ, મીથુનભાઈ, રાજુભાઈ લાખાણી, જે. ડી. ઉપાધ્યાય, અજયસિંહ જાડેજા, રાજુભાઈ પારેખ, બોરડ હાર્દિક, ગ્રીનપાર્ક સોસાયટીના પ્રમુખ વિલાસગીરી ગોસ્વામી, ડો.મૌલિક જેઠવા, અનિલભાઈ બેલાણી, તુષારભાઈ કનૈયા, પ્રમોદભાઈ સુચક, જયેશભાઈ ગાંધી, ધીરવાણી હરેશભાઈ, દીપાબેન કાચા, નિશાબેન ગોસ્વામી, દમુસબેન ધકાણ, દેવહુતીબેન મહેતા, પંકજભાઈ જોષી, ભરતભાઈ કાઠી, રૂપલબેન સાકરીયા, વર્ષાબેન સુચક, માલતીબેન ઉપાધ્યાય, ભાવનાબેન, જયરાજસિંહ જાડેજા, નીલેશભાઈ તેરૈયા, યશભાઈ, પ્રીતીબેન કનૈયા, હર્ષિદાબા કનોજીયા, રાજેન્દ્રસિંહ ગોહીલ, સિંચાઇનગરના કે.જી.રાઠોડ, રાજુભાઈ વોરા, પ્રવિણભાઈ બાવીસી, ભરતભાઈ કોરાટ, ભરતભાઈ વીરડા, કિરીટભાઈ પાઠક, નિશાબેન જોષી, મુસ્કાનબેન બેલાણી, મીનાબેન સાંથલ, ભાવિનીબેન ત્રિવેદી, જાગૃતિબેન કાચા, પલ્લવીબેન સાતા, વીણાબેન કાચા, છેલભાઈ રાવલ, સાજીદભાઈ, નીશ્યલભાઈ જોષી, હિમેશ સિધ્ધપુરા, હિતેન્દ્રસિંહ જાડેજા, જસુમતીબેન વસાણી, અલ્કાબેન પુજારા, ડો.આશિષ પંડ્યા, નેહાબેન પંડ્યા, શિલ્પાબેન બક્ષી, વાગીશ બી. ભટ્ટ, કુંજલબેન, રશ્મીબેન રાણપરા, નીપાબેન હિંડોચા, નીલમબેન રાવલ વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:24 pm IST)