રાજકોટ
News of Saturday, 8th February 2020

નવાગામમાં પત્ની રીસામણે ચાલી જતા સંજયભાઇ જેઠવા ઝેરી દવા પી લીધી

પત્નીને સાળી કાજલ પતિ સાથે જવાની ના કહી હેરાન કરતી હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૮ : શેહરના નવાગામ છપ્પનવારીયા કવાટરમાં પત્ની રીસામણે ચાલી જતા દરજી યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગતો મુજબ પ૬ વારીયા કવાર્ટરમાં રહેતા રસીકભાઇ જેઠવા (ઉ.વ.૪ર)એ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સિવિલ હોસ્પિટલના બીછાનેથી સંજયભાઇએ જણાવ્યું હતુ કે, પોતે રીક્ષા ચલાવે છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પત્ની હેતલબેન ઘણા સમયથી જુનાગઢ રીસામણે હોઇ, અને સાળી કાજલ તેને આવવા દેતી ન હોય અને ખોટી રીતે હેરાન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે બી  ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ વનીતાબેન તથા રાઇટર મીતેષભાઇએ તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)