રાજકોટ
News of Saturday, 8th February 2020

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકીને ગણતરીની કલાકોમાં શોધીને પરિવારને સોંપતી ભક્તિનગર પોલીસ

જાગૃત નાગરિકના કથનના આધારે સૂર્યોદય સોસાયટીમાંથી બાળકીને હેમખેમ શોધી કાઢી

રાજકોટ : પોલીસ પ્રજાની મિત્ર સૂત્ર ભક્તિનગર પોલીસે સાર્થક કર્યું છે,શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી સાંજે ગુમ થયેલી ત્રણ વર્ષની માસુમ બાળકીને ગણતરીની કલાકોમાં હેમખેમ શોધી કાઢીને પરિવારને સુપત્ર કરી છે

ભક્તિનગર પોલીસ સ્ટેશનના જંગલેશ્વર વિસ્તારના લેવા પટેલ સોસાયટી ખાતેથી ત્રણ વર્ષની નસરીન નામની બાળકી રમતા રમતા સાંજે સાતેક વાગ્યે ગુમ  થયાની જાણ બાળકીના પિતા ઇબરારભાઈ ઇબ્રાહીમભાઇએ ભક્તિનગર પોલીસ સ્ટેશને કરતા તુરત ભક્તિનગર પોલીસ ,સ્ટેશનના પો,ઇન્સ,વી,કે,ગઢવી તથા પોલીસ સબ,ઇન્સ,એસ,એન,જાડેજા તથા પો.કોન્સ,મેહુલભાઈ ડાંગરે બાળકીને શોધવા કાર્યવાહી કરતા અને ગમ થયેલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એક જાગૃત આંગરિક રામદેવસિંહ ઝાલા ( રહે,સૂર્યોદય સોસાયટી ) એ તેમના ઘર પાસેથી એક બાળકી હોવાનું જણાવતા તુરત સૂર્યોદય સોસાયટીમાં તપાસ કરતા બાળકી હેમખેમ મળી આવતા બાળકીને ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે તેના પિતાને હેમખેમ સોંપી આપી હતી આમ પોલીસ પ્રજાની મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યું હતું

(12:50 am IST)