રાજકોટ
News of Friday, 8th February 2019

હવે ઝુપડપટ્ટીના બાળકો 'ગુરૂકુલમ'માં ભણશે

જુનથી ૩૦ રૂમના બિલ્ડીંગમાં બાળકો શિક્ષણ લેશેઃ વિશ્વનિડમ સંસ્થાના બે હજાર બાળકોએ શાળા- કોલેજ સુધીનું શિક્ષણ મેળવ્યુઃ સવા પાંચ કરોડના ખર્ચે સંકુલનું નિર્માણ જીતુભાઈ

રાજકોટ,તા.૭: શહેરમાં જુદા- જુદા વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારના બાળકો ભીક્ષાવૃતિ તરફ ન વળે અને શાળાએ જઈ શુસંસ્કારી બને પોતાની જાતે સારૂ નરસુ, સમજતા થાય, વાંચતા થાય, લખતા થાય અને નાનો મોટો વેપાર- ધંધો કરી શકે તેવા શુભાશયથી લક્ષ્મીનગર ઝુપડપટ્ટી વિસ્તારથી કરી હતી. આ વિશ્વનિડમ પરિવારમાં રેગ્યુલર ૧હજાર જેટલા બાળકો ભણી રહ્યા છે. જે સંસ્થા વિશ્વનિડમના નેજા હેઠળ શહેરની જુદી- જુદી નામાંકિત શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે અને એથી પણ આગળ એક રૂપિયા વગર શરૂ થયેલી ઝુપડપટ્ટી કલાસ- સ્કૂલ આજે પોતાનું કરોડો રૂપિયાનું વિશ્વનિડમ ગુરૂકુલમ સ્થાપવા જઈ રહી છે. જે ગુજરાતમાં સૌ પ્રથમ છે.

આ અંગે વિગતો આપતાં વિશ્વનિડમ્ના જીતુભાઈએ જણાવ્યું હતું કે શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર ઈશ્વરીયાના પાદરમાં રસિકભાઈ પટેલ (ડોબરીયા) પાસેથી વિશ્વનિડમ્એ ૧૦૦ ટકા દસ્તાવેજ સાથેની ૭૬૦ વાર જમીન ખરીદી છે. આ જમીન ઉપર ગ્રાઉન્ડ ફલોર અને ૨ માળ ધરાવતી  ૩૦ રૂમ સમેતની સુવિધા ધરાવતું ગુરૂકુળ બનાવવાનું આયોજન છેે. આ માટે રૂ.૫.૨૫ કરોડનો અંદાજીત ખર્ચ હોય દાતાઓનો સહયોગ મળી રહ્યો છે.

આ ગુરૂકુળ જુનથી શરૂ થઈ જશે તેમાં પ્રાથમિક શિક્ષણ (ધો.૧ થી ૮) રહેશે. સાથે પ્રી.સ્કુલ રહેશે. સ્કુલ ઓન વ્હીલ્સનુ પણ આયોજન છે. બાદમાં ધો.૯,૧૦,૧૧,૧૨નો પ્રારંભ થશે. સંસ્થાના જીતુભાઈના જણાવ્યા પ્રમાણે સમાજને મજુર નહી પણ લીડર અને સ્મોલ બીજનેશમેન આપીશુ.

વિશ્વનિડમ સંસ્થાનું પોતાનું સ્કૂલ બિલ્ડીંગ હોય હોસ્ટેલ બિલ્ડીંગ હોય તેવું સ્વપ્ન હતું. જે ૨૦ વર્ષે સાકાર થઈ રહ્યું છે. રાજકોટની ભાગોળે ઈશ્વરીયા ગામના સીમ વિસ્તારમાં વિશ્વનિડમ ગુરૂકુલમ આકાર લેવા જઈ રહ્યો છે. ૭૬૦ વારની વિશાળ જગ્યામાં ગ્રાઉન્ડ ફલોર- ૧૦ રૂમ, તેમજ બે માળની ૩૦ રૂમ ધરાવતી સ્કૂલ બની રહી છે. આ ઉપરાંત વિશાળ હોસ્ટેલ અને કલાસ ઓન વિલ્સ (ફરતી બસમાં કલાસ)ની યોજના આકાર લઈ રહી છે. આ અંગે વધુ માહિતી માટે શ્રી જીતુભાઈનો મો.૯૪૨૭૭ ૨૮૯૧૫ સંપર્ક કરવા જણાવાયું છે.(૩૦.૨)

 

(2:37 pm IST)