રાજકોટ
News of Thursday, 8th February 2018

ઠાકર લોજના સંચાલક ઉપર હૂમલો કરીને ધમકી આપવા અંગે આરોપીઓનો છૂટકારો

રાજકોટ તા. ૮ :.. અત્રેની ઠાકર લોજના સંચાલક વનરાજભાઇ ઠાકર ઉપર હૂમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પકડાયેલા આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત એવી છે કે તા. ૧૩-૧ર-ર૦૦૯ ના રોજ રાત્રીના ૧૦ ના સુમારે ઠાકર લોજમાં સંચાલક વનરાજભાઇ હસમુખભાઇ ઠાકર હાજર હતા ત્યારે હરેશભાઇ દેવાયતભાઇ હેરભા, ફીરોઝભાઇ નાજી આરબ, હીતેન્દ્ર બચુભાઇ પાટડીયા અલારખાભાઇ સીદીભાઇ સુમરા, ત્થા લાભુભાઇ કરણાભાઇ બોરીચા જમવા જતાં ગ્રાહકો વધારે હોય વારો આવશે ત્યારે બોલાવીશું તેમ વનરાજભાઇએ કહેતા ઉપરોકત શખ્સોએ બોલાચાલી કરી ગાળો આપી ચાલ્યા ગયા બાદ ફરી રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે ઉપરોકત શખ્સો ગેરકાયદેસર મંડળી રચી સફેદ કારમાં આવી હરેશ દેવાયતભાઇએ વનરાજભાઇ ઉપર હૂમલો કરી હાથમાં ઇજા કરેલ તથા અન્ય આરોપીઓએ લોજમાં કાચમાં તોડફોડ કરી વનરાજભાઇને મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતાં.

આ અંગેની વનરાજભાઇ ઠાકરે આરોપીઓ વિરૂધ્ધ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતાની કલમ ૧૪૩, ૧૮૮, ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬ (ર), ૪ર૭ વગેરે મુજબની ફરીયાદ નોંધાવેલી આ ફરીયાદની તપાસ પી. એસ. આઇ. પી. એમ. પરમારે કરી સ્થાનીક જગ્યાનું પંચનામુ કરી સાહેદોના નિવેદન નોંધી આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જસીટ રજુ કરેલ.

આ કેઇસમાં ચાલતા દરમિયાન આરોપી ફીરોઝ નાજીભાઇ આરબ મરણ ગયેલ અને અલારખાભાઇ સીદીભઇા સુમરા ફરાર થઇ જતાં આ કામ રાજકોટના શ્રી જયુ. મેજી. શ્રી એ. એ. ખેરાદાવાલાની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ હરેશભાઇ દેવાયત હેરભા, હીતેન્દ્રભાઇ બચુભાઇ પાટડીયા, લાભુભાઇ કરણાભાઇ બોરીચાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા ફરમાવેલ છે.

આ કેઇસમાં આરોપી તરફે વકીલ શ્રી અર્જુન આર. બૌવા રોકાયેલ હતાં. (પ-ર૧)

 

(4:52 pm IST)