રાજકોટ
News of Thursday, 8th February 2018

દલીત લાભાર્થીઓને લોન સહાય અર્પણ

 ગુજરાત અનુસુચીત જાતી વિકાસ નિગમ દ્વારા દલીત લાભાર્થીઓ માટે વધુ લોન-સહાય મંજુર કરવામાં આવતાં આવા ર૭ દલીત પરીવારોને રૂ. ર૬ લાખ ૩ર હજારની લોન સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ શહેર ભાજપ કાર્યાલય ખાતે નિગમના સક્રિય ડીરેકટર અનિલભાઇ મકવાણા દ્વારા યોજવામાં આવ્યો હતો. યુવા ધારાસભ્યો અરવિંદ રૈયાણી અને લાખાભાઇ સાગઠીયાના હસ્તે ચેક અર્પણ કરાયા હતા. આ તકે દલીત સમાજ દ્વારા બંન્ને ધારાસભ્યોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, શિક્ષણ સમીતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, દંડક રાજુભાઇ અઘેરા, કોર્પોરેટર અશ્વીનભાઇ મોલીયા, ખજાનચી અનિલભાઇ પારેખ, કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, મંત્રી દિવ્યરાજસિંહ ગોહેલ, પ્રવિણભાઇ ડોડીયા તેમજ દલીત આગેવાનો ડી.બી.ખીમસુરીયા, નાનજીભાઇ પારધી, મોહનભાઇ દાફડા, મયુરભાઇ બથવાર વિગેરે હાજર રહયા હતા.

(4:40 pm IST)