News of Saturday, 8th January 2022
કલેઇમ બાર એસો.ની સોમવારે યોજાનાર ચૂંટણી રદ કરાઇ
રાજકોટ તા. ૮:.. હાલમાં કોવીડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટ તરફથી જે નવો સકર્યુલરને ધ્યાનમાં લઇ આગામી તા. ૧૦-૧-ર૦રર ના સોમવારના રોજ એમ. એ. એસ. ટી. બાર એસોસીએશનની ચૂંટણી રાખવામાં આવેલ હતી તે હાલ મોકૂફ રાખવામાં આવેલ છે અને નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. તેમ ચૂંટણી અધિકારી મનિષભાઇ ખખ્ખરની યાદીમાં જણાવાયું છે.
(2:30 pm IST)