રાજકોટ
News of Friday, 8th January 2021

કલેકટર કચેરીએ પ્રવેશબંધી કરવા આવેલા સામ્યવાદી પક્ષના કાર્યકરોની અટકાયત

મોંઘવારી-ખેડૂતબીલ, વીજ ખાનગીકરણ અંગે ડેલો બંધ કરે તે પહેલા પોલીસે ઉપાડી લીધા

રાજકોટ, તા. ૮ : મોંઘવારી-કૃષિબીલ-વીજ કંપનીઓનું ખાનગીકરણ તથા અન્ય મુદ્દાઓ અંગે ભારતના સામ્યવાદી પક્ષે કલેકટર કચેરીએ આજે શ્રોફ રોડ પરનો ગેઇટ બંધ કરી પ્રવેશબંધીનું એલાન આપ્યું હતું. સવારે ૧૧ વાગ્યે આગેવાનો, કાર્યકરો દોડી આવ્યા હતા, પરંતુ પ્રથમથી જ પોલીસ બંદોબસ્ત હોય પક્ષના કાર્યકરોની ગેઇટ બહાર જ અટકાયત કરી લીધી હતી. પોલીસે સામ્યવાદી પક્ષની કાર્યકરોને અંદર જવા જ દીધા ન હતા. આવેદનપત્ર આપી શકાયું ન હતું. કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર-દેખાવો કર્યા હતા. શ્રોફ રોડ ઉપર ટ્રાફીક જામ થઇ ગયો હતો. લોકોના ટોળા પણ થયા હતાં.

(3:03 pm IST)