News of Friday, 8th January 2021
ગાંધીગ્રામમાં નાનાભાઇએ મકાનમાં ભાગ આપવાની ના પાડતા શબ્બીરભાઇએ ફીનાઇલ પી લીધું
રાજકોટ, તા. ૮ : ગાંધીગ્રામ નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટીમાં નાનાભાઇ એ મકાનમાં ભાગ આપવાની ના પાડતા મોટાભાઇએ ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
મળતી વિગત મુજબ નવાગામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા શબ્બીરભાઇ હુસેનભાઇ સીપાઇ (ઉ.વ.પ૦) એ રાત્રે ગાંધીગ્રામ નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટી શેરી નં.૧માં ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ ગાંધીગ્રામ પરમેશ્વર સોસાયટીમાં રહેતા નાનાભાઇએ મકાનમાં ભાગ આપવાની ના પાડતા લાગી આવતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું છે.
(3:02 pm IST)