રાજકોટ
News of Wednesday, 8th January 2020

ભાજપ બક્ષીપંચ અને અનુ.જાતિ મોરચા દ્વારા પોસ્ટકાર્ડ ઝુંબેશ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો-ર૦૧૯ પસાર કરવામાં આવેલ છે ત્યારે નાગરિકતા સંશોધન કાયદાની સાચી સમજ આપવા શહેર ભાજપ દ્વારા હાલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, જનજાગૃતિ અભિયાનના ઇન્ચાર્જ જીતુ કોઠારી, માધવ દવે, રાજુભાઇ બોરીચાના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાનીમાં બાલાજી મંદિર ખાતે તેમજ શહેર અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઇ પારધી, પ્રવિણ ચૌહાણની આગેવાનીમાં નાના મવા સર્કલ ખાતે પોસ્ટકાર્ડ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બક્ષીપંચ મોરચાના જે.પી. ધામેચા, વિપુલ માખેલા, રાજેનભાઇ સિંધવ, નરેશ પ્રજાપતિ, મનોજ ડોડીયા, રાજુભાઇ ચાવડા, રમેશ જાદવ, ગીરીશભાઇ, ખેતશીભાઇ પરમાર, વજુભાઇ લુણાસીયા, શામજીભાઇ ચાવડા, અનિલભાઇ મકવાણા, જીતુભાઇ ચૌહાણ, જી.જે. મકવાણા, ચેતન ચાવડા, પુષ્પક પરમાર, નીખીલ રાઠોડ, દેવજીભાઇ વાઘેલા, કિશોર વઘેરા, ભરત પરમાર સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(4:33 pm IST)