રાજકોટ
News of Wednesday, 8th January 2020

રેલ્વે મઝદૂર સંઘ આયોજીત ઓપન રાજકોટ લોન ટેનિસ- બાસ્કેટ બોલ ટૂર્નામેન્ટ સંપન્નઃ વિજેતાઓને ઈનામો એનાયત

ટેનિસમાં સિધ્ધાંત પટેલ વિજેતા, અર્જુન ઓઝા- વેદાંત નાગ્રેચા રનર્સઅપઃ બાસ્કેટબોલમાં રેલ્વે બોયસ- ગર્લ્સમાં વિજેતા

રાજકોટઃ હિરેન મહેતા (સેક્રેટરી WRMS)ની યાદી મુજબ વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ રાજકોટ દ્વારા આયોજીત ડીઆરએમ ટ્રોફી ઓપન રાજકોટ બાસ્કેટબોલ તથા લોન ટેનીસ ટૂર્નામેન્ટના અંતિમ ચરણમાં ફાઈનલ મેચ પછી કલોઝીંગ સેરેમનીમાં વિજેતાઓને અભિનંદન અને રનર્સઅપને સાથે આમંત્રીત મહેમાનોના હસ્તે ટ્રોફી સટીર્ફિકેટ અને ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું.

બાસ્કેટ બોલ ટૂર્નામેન્ટમાં ૬ ટીમ બોયસ તથા ૬ ટીમ ગર્લ્સનીએ ભાગ લીધેલ. જેમાં રેલ્વે બાસ્કેટબોલ ટીમ બોયસ અને ગર્લ્સ ચેમ્પીયન ટીમ બની છે. જયારે એસએનકે ગર્લ્સ ટીમ અને જામનગર બોયસટીમ રનર્સઅપ બનેલ હતી. તેવી જ રીતે લોન ટેનીસ અન્ડર-૧૪, ૧૬માં સિધ્ધાંત પટેલ ચેમ્પીયન બનેલ. જયારે અન્ડર-૧૪ અર્જુન ઓઝા અને અન્ડર-૧૬માં વેદાંત નાગ્રેચા રનર્સઅપ બનેલા હતા. અન્ડર-૧૦માં પ્રત્યુશ કોરાટ ચેમ્પીયન  તથા ધૈર્ય સરેરીયા રનર્સઅપ અન્ડર-૧૬ હર્ષવી ટાંક ચેમ્પીયન તથા સલોની શીંગાળા રનર્સઅપ બનેલા હતા. લોન ટેનીસમાં કુલ ૭૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તમામને પ્રમાણપત્ર આપવામાં આવેલ.

કલોઝીંગ સેરેમની કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત કરતા હિરેન મહેતાએ વિજેતાઓને શુભેચ્છા આપેલ અને ભાગ લેનાર ખેલાડીઓને વધારે મહેનત કરી જીતવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ રાજકોટ વતી વિવિધ પ્રવૃતિઓ જેવી કે સફળ વિદ્યાર્થીઓનું સન્માન, પ્રજાસત્તાકદિનની ઉજવણી, બ્લડડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, લોન ટેનીસ, બાસ્કેટ બોલ જેવી વિવિધ ટૂર્નામેન્ટનું આયોજન કરી સમાજ નિર્માણમાં યોગદાન આપવાની સાથે હોસ્પિટલ સર્વિસીસ અને રેલકર્મચારી તથા તેના પરિવાર કલ્યાણની વિવિધ પ્રવૃતિઓ વિવિધ કેમ્પ કરવામાં આવતા હોવાનું જણાવેલ.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ શુભેચ્છાઓ આપતા આવી પ્રવૃતિઓ માટે હિરેન મહેતાને બિરદાવેલ અને સમાજ ઉપયોગી કાર્યોમાં સતત આગળ વધે એવી શુભકામનાઓ આપેલ.

રેલ્વેના ડીઆરએમ પરમેશ્વર ફૂંકવાલેએ વિજેતાઓને અને ભાગ લેનાર દરેક ખેલાડીઓને શુભેચ્છા આપતા રેલ્વે તથા દેશનું નામ રોશન કરાવની વાત કહી ડબલ્યુઆરએમએસના ડીવી.સેક્રેટરી હિરેન મહેતાને આવા સફળ આયોજન બદલ અભિનંદન પાઠવેલ.

શ્રીમતી રીવાબા જાડેજા (કરણી સેના) એ જણાવેલ કે આજના વોટ્સએપ અને ટેકનોલોજીના સમયમાં સ્પોર્ટસ પ્રત્યેની જાગૃતતાએ સામાજીક જરૂરીયાત છે જે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે જરૂરી છે. રેલ્વે હંમેશા સ્પોર્ટસને માટે આગળ રહ્યું     છે અને આવી પ્રવૃતિઓ દ્વારા જીવંત રહેશે.

રેલ્વે અધિકારી અભિનવ જૈફએ કહ્યુ કે આજના દિલધડક અને રોમાંચક મેચ એક મીની  ઓલમ્પીયાર્ડ જેવાં અનુભવ કરાવે છે અને રેલ્વે ગ્રાઉન્ડ સ્પોર્ટસ માટે જે કાંઈ પણ જરૂરીયાતએ એ આરડીએસએના સેક્રેટરી તરીકે સહયોગ અપાશે.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી કવિતા ફુંકવાલ (પ્રેસીડન્ટ WRWSSC રાજકોટ)એ વિજેતાઓને શુભેચ્છા આપેલ.

આ પ્રસંગે શ્રીમતી કલ્પના રાજકુમાર મેમ્બર WRWSSC સિનિ.ડીએમઈ રાજકુમાર, સિનિ.ડાઈએન શ્રીવાસ્તવ, સિનિ.ડીસીએમ અર્જુન શ્રોફ, સિનિ.ડીઈઈ કશ્યપભાઈ શુકલા, કાઉન્સેલર ભાજપ શ્રી પુરોહીત, 'અકિલા'ના સિનિયર પત્રકાર જયદેવસિંહ જાડેજા, પ્રફુલ્લાબેન સોલંકી બાળકોને સન્માનીત કરેલ. બાસ્કેટબોલના શૈલેષ રાઠોડ, પ્રકાશ પાનખણીયા તથા ટેનીસના જસ્મીન ઓઝા, જેવર ટીંબાણીયાને ડીઆરએમના હસ્તે સન્માનીત કરવામાં આવેલ હતું.  કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અવની ઓઝાએ કરેલ. અભિષેક રંજન, કેતન ભટ્ટી, હિતેષ પરમાર, મનોજ અગ્રવાલ, બિક્રમાસીંગ, વિવેકાનંદ, રાકેશકુમાર, આર.એસ. ચૌધરી, સંજય પંડયા, ઘનશ્યામ પંડયા, જયશ્રીબેન એ. પુષ્પા ડોડીયા, જયોતિ મહેતા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(4:31 pm IST)