રાજકોટ
News of Wednesday, 8th January 2020

પાંજરાપોળ સામે થોરાળા પોલીસનો દરોડોઃ ૩૦૦ બોટલ દારૂ સાથે કાર જપ્ત

આરોપી હાથ ન આવ્યો : કાર નંબરને આધારે શોધખોળ

રાજકોટ તા ૮  : શહેરના પાંજરાપોળ સામે ભરવાડ વાડી શેરીમાં થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઇકો કારમાંથી દારૂની ૩૦૦ બોટલી કબજે કર્યો હતો.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડી.સી.પી. રવી મોહન સૈની તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી થોરાળા પોલીસ મથકના પી.આઇ. જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, કનુભાઇઘેડ, વિજયભાઇ મેતા, રોહીતભાઇ કછોટ, નરસંગભાઇ ગઢવી, સહદેવસિંહ જાડેજા તથા દિપકભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. રોહીતભાઇને મળેલી બાતમીના આધારે પાંજરાપોળ સામે ભરવાડી શેરીમાં દરોડો પાડતા ત્યાં એક જીજે-૩-જેઆર-૩૯૪૬ નંબરની ઇકો કાર ઉભી હોઇ, તેમાં તપાસ કરતા રૂા૧.૨૦ લાખની કિંમતની દારૂની ૩૦૦ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને ઇકો કાર મળી રૂા ૩,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(4:29 pm IST)