રાજકોટ
News of Wednesday, 8th January 2020

બધિરો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટઃ રાજકોટની ટીમ વિજેતા

રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્ર ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું રાજકોટ બધિર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, રાજકોટ, ભાવનગર, જામનગર, જસદણ, મોરબી, જુનાગઢ, બોટાદ અને કચ્છ કુલ ૮ બધિર ક્રિકેટ ટીમે ભાગ લીધો હતો. રાજકોટ જીમખાના કલબ અને સેન્ટમેરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. તેમાં બેસ્ટ બેટસમેન નયન પરમાર (જામનગર) અને બેસ્ટ બોલર દિનેશ (ભાવનગર)ને બધિર ટીમે પંડયા હિરેન (કપ્તાન), હદવાણી ધવલ, ઢેબા ફિરોઝ, વસા મનન, કુકડીયા અશોક, પરમાર રવિ, પરાસરા એજાઝ, ચુડાસમા મહિપાલસિંહ, ગોસ્વામી પરેશગીરી, ગોદવાણી મિલન, પથાર ચિંતન, પરમાર પ્રફુલ્લ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં રાજકોટની બધિર ટીમે વિજેતા બની હતી, બીજા સ્થાને કચ્છની બધિર ટીમે મેળવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા હિરેન પંડયા, પરેશ ગોસ્વામી, અપુર્વ શેઠ, હિતેશ ઠકકર, હર્ષલ પંડયા, મિતેશ કકકડ, ભાવેશ ભાડેશીયા, ફિરોઝ, રશ્મી શેઠ, અશોક કુકડિયા, એજાઝ પરાસરા, શીતલ દામા (દુભાષિયો), ઋષિરાજસિંહ ઝાલા (દુભાષિયો) જહેમત ઉઠાવી હતી

(4:27 pm IST)