રાજકોટ
News of Wednesday, 8th January 2020

તાલુકા પોલીસે વિરડા વાજડી નદીના પટમાંથી ૩૨ હજારનો દારૂ પકડ્યો

પીએસઆઇ ડામોર અને એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમાની બાતમી પરથી દરોડોઃ દિપક ચુડાસમાનો દારૂ હોવાનું ખુલતાં તેની શોધખોળ

રાજકોટ તા. ૮: તાલુકા પોલીસની ટીમે બાતમી પરથી વિરડા વાજડી ગામની નદીના પુલ પાસેના પટમાં દરોડો પાડી રૂ. ૩૨૪૦૦નો વિદેશી દારૂ પકડી લીધો હતો. જો કે દારૂ ઉતારનાર શખ્સ હાથમાં આવ્યો નહોતો.

પીએસઆઇ વી. એમ. ડોડીયા અને એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમાને મળેલી બાતમી પરથી દરોડો પાડવામાંઆવતાં વિરડા વાજડીની બાજુમાં ન્યારી નદીના પુલની પહેલા ડાબી બાજુ જતાં રસ્તાપર પટમાં કાપડના પાંચ થેલા મુકી એક શખ્સ ભાગી ગયો હતો. આ થેલાઓમાંથી પોલીસને આર.સી. અને નંબર વન બ્રાન્ડની વ્હીસ્કીની રૂ. ૩૨૪૦૦ની ૭૨ બોટલો મળતાં કબ્જે કરી હતી. આ દારૂ મુકીને ભાગી ગયેલો શખ્સ વિરડા વાજડીનો દિપક ચુડાસમા હોવાનું ખુલતાં તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ ડામોર, હર્ષદસિંહ, પ્રવિણભાઇ વાસાણી, વિરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, ચંદ્રરાજસિંહ રાણા, વિક્રમભાઇ લોખીલ, ઉમેશભાઇ ચાવડા, અરજણભાઇ ઓડેદરા, દિવ્યરાજસિંહ ઝાલા, મહેશભાઇ સેગલીયા સહિતે કામગીરી કરી હતી.

(4:24 pm IST)