રાજકોટ
News of Wednesday, 8th January 2020

હાસ્ય કલાકાર અવની વ્યાસને 'બ્રહ્મ ગૌરવ એવોર્ડ' એનાયત

રાજકોટ, તા.૮: સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત રાજય-અમદાવાદ ખાતે યોજાયેલ મેગા બિઝનેસ સમિટ અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ-૨૦૨૦ કાર્યક્રમ અંતર્ગત દેશ વિદેશમાં હાસ્યનાં કાર્યક્રમો તથા ભાષા બચાવોની ઝુંબેશન દેશ વિદેશ સુધી પ્રસરાવવા માટે સાહિત્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ રાજકોટનાં પ્રથમ યુવા મહિલા હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસને તેનાં વિશિષ્ટ કૌશલ્ય બદલ બ્રહ્મગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશ-વિદેશથી આવેલા મહાનુભાવોએ ડો.અવની વ્યાસને આશિર્વાદ પાઠવ્યા હતા.

(4:12 pm IST)