રાજકોટ
News of Wednesday, 8th January 2020

આકાશવાણીમાં ડો. નીલા જાનીનો ખેડુતોને ઉપયોગી ઘર ગથ્થુ ઓશડીયા વિશે કાલે રેડીઓ વાર્તાલાપ

''ગામનો ચોરો''કાર્યક્રમમાં ખેડૂતોના ખબર અંતર શ્રેણી અંતર્ગત

રાજકોટ : તા.૮, આકાશવાણી રાજકોટ ઉપર તા. ૯ના ગુરૂવારે સાંજે  ૭-૨૦ વાગ્યાથી ''ગામનો ચોરો'' નામના કાર્યક્રમમાં ખેડ્તોના ખબરઅંતર શ્રેણી અંતર્ગત ખેડુતોને ઉપયોગી ઘરગથ્થુ ઓસડિયા વિશે રાજકોટનાં નિષ્ણાંત સ્ત્રીરોગ, બાળરોગના (એમ.ડી.)આયુર્વેદીક ડો.શ્રીમતી નીલાબેન જયેશ જાનીનો ઉપરના વિષયે રેડીઓ વાર્તાલાપ પ્રસારિત થશે. આ રેડીયો વાર્તાલાપ આકાશવાણીના મીડીયમ વેવ ૩૭૦.૩ મીટર્સ / ૮૧૦ કિલોહર્ટઝ ઉપરથી પ્રસારીત થશે તેમજ આકાશવાણી-રાજકોટ મોબાઈલ ફોનમાં એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરીને પણ સાંભળી શકાશે. આકાશવાણી રાજકોટ ઉપરથી ડો.નીલા જાનીએ આયુવેદ અને વનસ્પતિ તેમજ રસોડામાં ઉપલબ્ધ દ્યરગથ્થુ ઓસડેયા વિશે અને જુદી જુદી રૂતુઓમાં ઉપયોગી આયુર્વેદ ઉપચાર વિષયે અનેક વખત રેડિયો વાર્તાલાપ આપેલ હોવાનું જણાવાયું છે.

(4:11 pm IST)