રાજકોટ
News of Wednesday, 8th January 2020

સગીરાના અપહરણ-ધમકીના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા ૮  : જીવાપર ગામ તાલુકો જસદણ, જી.રાજકોટના સગીર વયની પુત્રીને બળજબરી પુર્વક બદ ઇરાદે વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરીયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં દિનેશભાઇ ખીમાણી ભુંડીયા તથા એક સગીર રહે. મોટા માંડવા, તા. કોટડા સાંગાણીવાળાઓ સામે આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૫૦૬(ર),૧૧૪ મુજબનો ગુન્હો નોંધાવેલ, જે અંગેનો કેસ રાજકોટની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેમજ સગીર સામેનો કેસ બાળ અદાલતમાં ચાલી જતાં બન્ને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

ઉપરોકત ફરિયાદ અંગેનો કેસ બાળકિશોરનો બાળ અદાલતમાં તેમજ પુખ્ત આરોપી દિનેશભાઇ ખીમાભાઇ ભુૅડીયાનો રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા કેસના પુરાવા તેમજ બન્ને પક્ષે કરવામાં આવેલ રજુઆતો ધ્યાનમાં લઇ બાળ કિશોરને બાળ અદાલતે તેમજ પુખ્તન આરોપી દિનેશ ખીમાભાઇ ભુંડીયાને રાજકોટના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

આ કામે આરોપી દિનેશ ખીમાભાઇ ભુંડીયા વતી એડવોકેટ અમિત એસ. ભગત, કોૈશિક એમ. ખરચલીયા, ઇમરાન એમ. હિંગળોજા તથા તેજસ એમ. ખરચલીયા, હિરેન્દ્રસિંહ આર. ચોૈહાણ, ધર્મેન્દ્ર ડી. બારવાડીયા રોકાયેલ હતા.

(4:10 pm IST)