રાજકોટ
News of Wednesday, 8th January 2020

રિક્ષાચાલક દિલાવરખાનની દિલેરીઃ ૧ર હજાર ભરેલુ પાકિટ માલિકને પરત આપ્યું

રાજકોટઃ રિક્ષા ચાલક દિલાવરખાન બચુભાઇ પઠાણને ગઇકાલે બપોરે મીલપરા મેઇન રોડ પરથી રૂ. ૧ર હજાર ભરેલું પાકિટ મળ્યું હતું. આ પાકિટ તેઓએ સાચવીને રાખેલ બાદમાં તેઓન પાકિટના માલિક સાથે સંપર્ક થતા દિલાવરભાઇએ આ પાકિટ હેમખેમ રીતે તેના માલિક ધીરૂભાઇ ડોડિયા  જયપાલસિંહ ડોડિયાને પરત સોંપ્યું હતું. તે વખતની તસ્વીરઃ નોંધનિય છે કે દિલાવરભાઇ કોર્પોરેશન ચોકમાં આવેલ પરમાર સાયકલમાંથી સાયકલો પોતાની રિક્ષામાં લઇ જવાના ફેરા કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે પરમાર સાયકલવાળા પ્રવિણભાઇ ત્થા તુષારભાઇ થકી આ પાકિટના માલિકને તેઓએ શોધી. તેઓની  હાજરીમાં જ પાકિટ સુપ્રત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે. આ પ્રકારે તેઓએ અનેક લોકોને તેઓની ખોવાયેલી ચીજ-વસ્તુઓ સુપ્રત કરીદિલાવરખાન  મદદરૂપ થયા છે.

(4:10 pm IST)