રાજકોટ
News of Wednesday, 8th January 2020

રાજકોટનો ડોગ 'ઓરીવો' બની રહ્યો છે સેલીબ્રેટી : મેરેથોનમાં જમાવ્યું આકર્ષણ

રાજકોટ : અત્રેનાં જય મહિડાના કૌટુંમ્બિક સભ્ય સમા પગ પ્રજાતિનો ડોગ 'ઓરીવો' સોશ્યલ મીડિયામાં રંગ જમાવી રહ્યો છે. તેના ૩ાા લાખ જેટલા ફોલોઅપર્સ છે. 'ઓરીવો'ને પોતાનાં અલગ સ્ટાઇલીસ્ટ કપડા, સોફટ ટોયઝ, બેડ છે. તાજેતરમાં યોજાયેલી. મેરેથોનમાં 'ઓરીવો' એ ટોયઝકાર ચલાવી રોડ -શો કર્યો હતો. તે તસ્વીરમા઼ દર્શાય છે. ઓરિવોને જય મહિડાએ તેઓની પત્ની સૈજલને ગીફટમાં આપેલ ત્યારથી તે આ પરિવારનો સભ્ય છે. દરરોજ સવારે રેસકોર્ષ બાળભવન લવસ્ટ્રીટમાં ઓરિવો વોકીંગ માટે લઇ જવાય છે. ટીકટોકમાં oreo 2430 પર તેના શો જોવા મળી રહ્યા છે. (તસ્વીર : અહેવાલ : સંદિપ બગથરીયા)

(4:02 pm IST)