રાજકોટ
News of Wednesday, 8th January 2020

વાહનચોરીમાં સામેલ માલધારી સોસાયટીનો દિપેશ પાસામાં

યુનિવર્સિટી પોલીસે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૮: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ એક શખ્સને પાસામાં ધકેલ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટીમાં રહેતો દિપેશ અરવિંદભાઇ જેઠવા (ઉ.૨૧) અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં તથા અન્ય ચોરીના ગુનામાં સંડોવાયો હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત થતાં શ્રી અગ્રવાલે મંજુર કરી અમદાવાદ જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

પીઆઇ આર.એસ. ઠાકર, એસ. એન. ગડ્ડુ, પીએસઆઇ રબારી, હેડકોન્સ. હરેશભાઇ, હરપાલસિંહ, રાજેશભાઇ, કોન્સ. લક્ષમણભાઇ, ગિરીરાજસિંહ, જેન્તીગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, નિર્મળસિંહ, રાજુભાઇ, શૈલેષભાઇ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી સહિતે બવજણી કરી હતી. ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુનાહિત ઇતિહાસ ચેક કરીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:14 pm IST)