રાજકોટ
News of Tuesday, 8th January 2019

કિડઝ કાર્નિવલ

 રાજકોટ : શહેરના મવડી વિસ્તારમાં આવેલા ડિઝમી કિડ્સ કિંગડમ પ્લે હાઉસ ખાતે કિડઝ કાર્નિવલનું આયોજન કરાયુ હતું. જેમાં ૨૧મી સદીના બાળકોને સશકત બનાવવા વાલીઓ માટે પેરેટીંગ સ્કીલ ડેવલપમેન્ટ સેમીનાર, ઈંગ્લીશ ભાષા બોલવા સમજવા પ્રત્યે જાગૃતિ લાવવા માટેનો સેમીનાર ડીઝમી કિડ્સ પ્રિસ્કુલના બાળકો માટે વેસ્ટમાંથી બેસ્ટ ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, રાઈમ વીથ પ્રોપ્સ અને સાઈન્સ એકસયેરીમેન્ટની કોમ્પીટીશન તેમજ રાજકોટ અને એ વિસ્તારના તમામ બાળકો માટે જમ્પીંગ, ડ્રેગન કાર રાઈટર, કાર્ટુનવાળા હિંચકા વિ. એકટીવીટીનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે પેરેન્ટીંગ સ્કીલ ડેવલોપમેન્ટના સેમીનારમાં ડો.મિલનભાઈ રોકડ (ચાઈલ્ડ ન્યુરો સાઈકાયટ્રીસ્ટ), અંગ્રેજી ભાષાના વકતા અને ઈન્ડીયન ક્રિકેટ ટીમ બોર્ડના વિડીયો એનાલીસ્ટ શ્રી હરેશભાઈ રાવલ તેમજ બ્રીજભાઈ યાજ્ઞિક (કેમ્બ્રીજ યુનિવર્સિટી મારવાડી યુનિવર્સિટી) ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)