રાજકોટ
News of Saturday, 7th December 2019

ડો. આંબેડકરજી મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે યોજાઇ રાજ્ય કક્ષાની ત્રિસ્તરીય નિબંધ લેખન સ્પર્ધા

રાજકોટઃ ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત બાબાસાહેબ ડો.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા રાજ્યકક્ષાની તૃતીય નિબંધ સ્પર્ધા ડો.ભીમરાવ આંબેડકરજીના ૬૪માં મહાપરિનિર્વાણ દિવસને અનુલક્ષીને યોજાઇ ગઇ. ડો. આંબેડકરજીને ૬૪મી પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. નીતિનભાઇ પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજયભાઇ દેસાણી દ્વારા ડો. આંબેડકરજીને પુષ્પાંજલી પૂજન કરાયુ હતુ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેશન બિલ્ડીંગમાં યોજાઇ ગયેલ રાજ્યકક્ષાની નિબંધલેખન સ્પર્ધામાં પ્રાથમિક કક્ષા(ધોરણ-૬ થી ૮)માં 'ડો. આંબેડકરજીના જીવનના પ્રેરક પ્રસંગો ' વિષય હતો. માધ્યમિક કક્ષા (ધો.૯ થી ૧૨)માં 'શિક્ષણ થકી જ પરિવર્તન' અને કોલેજ કક્ષા (સ્નાતક થી પી.એચ.ડી) સુધીમાં 'સમતામુલક' સમાજસંરચનામાં ડો. આંબેડકરજીનુ પ્રદાન વિષય પર વિદ્યાર્થીઓએ નિબંધસ્પર્ધામાં નિબંધ લેખન કર્યુ.

આ નિબંધ લેખનસ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને 'ભીમપ્રતિજ્ઞા એવોર્ડ' રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર  ચેર -સેન્ટરના આગામી નેશનલ સેમિનારમાં કુલપતિશ્રી, ઉપકુલપતિ અને મહાનુભાવોને હસ્તે આપવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી  ઉપકુલપતિશ્રી નિબંધલેખન કરતા વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે રૂબરૂ મુલાકાત લઇને પ્રેરણા આપી હતી.

સમગ્ર નિબંધલેખન સ્પર્ધાને સફળ બનાવવામાં ચેર-સેન્ટરમાં પ્રધ્યાપકો ડો. જે.એ. સાંખટ, ડો.આર.બી.સોલંકી તથા વહીવટી સ્ટાફ મિલન વઘેરા તથા અન્ય વિદ્યાર્થીઓ , અતુલ સોંદરવા, ડો. ગૌતમ જી. કાથડ, વાઘેલા વિજય, માણેક સોંદરવા, પંકજ પારઘી, અનિલ રાઠોડ તથા વસરા હેમંત વગેરેએ જહેમત ઉઠાવી હતી.

નિબંધ લેખન સ્પર્ધામાં ઉપસ્થિત બધા જ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યુ છે.

સ્પર્ધાના વિજેતાઓમાં (૧) કુશ। મિતેશભાઇ રાડીયા ગામ રાજકોટ કક્ષા ઉચ્ચપ્રાથમિક (૨) પરમાર જુહી ગામ રાજકોટ કક્ષા ઉચ્ચપ્રાથમિક(૩) ભાંડો
લીયા સુનીલ જુવાનસિંહ ગામજામનગર કક્ષા ઉચ્ચપ્રાથમિક (૪) કાવ્યા પંકજકુમાર વલવાઇ ગામ રાજકોટ કક્ષા ઉચ્ચપ્રાથમિક (૫) બાંભણીયા પ્રિન્સી ભગવાનભાઇ ગામ ગીર-ગઢડા કક્ષા ઉચ્ચપ્રાથમિક (૬) મારૂણિયા રાહુલ જેન્તીભાઇ ગામ સુરેન્દ્રનગર કક્ષા માધ્યમીક (૭) સોલંકી નિરાલી રાકેશભાઇ ગામ આણંદ કક્ષા માધ્યમીક (૮) બાંભણીયા વિશાલ ભગવાનભાઇ ગામ ગીર-સોમનાથ, કક્ષા માધ્યમીક(૯) વાઘેલા કાર્તિક કિરીટભાઇ ગામ રાજકોટ કક્ષા માધ્યમિક(૧૦) પઠાણ તમન્ના પરવેઝખાન ગામ રાજકોટ કક્ષા માધ્યમિક (૧૧)અંજુબેન  વિષ્ણુભાઇ ચૌધરી ગામ મહેસાણા કક્ષા કોલેજ (૧૨) પ્રતિક ઘનશ્યામભાઇ મહેતા ગામ રાજકોટ કક્ષા કોલેજ (૧૩) કરણ વિમલભાઇ જાની ગામ મોરબી કક્ષા કોલેજ (૧૪) આરતી આઇદાનભાઇ વિરડા ગામ રાજકોટ કક્ષા કોલેજ (૧૫) દામિની ડી. પટેલ ગામ અમદાવાદ કક્ષા કોલેજનો સમાવેશ થાય છે.

(4:17 pm IST)