રાજકોટ
News of Saturday, 7th December 2019

વિદેશી દારૂના ચાર દરોડામાં ૧૧ બોટલ સાથે પ ને દબોચ્યા

રાજકોટ તા ૭  :  શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસે દરોડા પાડી ચાર સ્થળેથી દારૂની ૧૧ બોટલ સાથે પાંચ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ કાળીપાટ ગામ પાસેથી આજીડેમ પોલીસે જીજે-૪ એ.એમ. ૮૩૫૮ નંબરની અલ્ટો કારમાંથી દારૂની બે બોટલ સાથે રાજેશગીરી ગુલાબગીરી ગદસાઇ (ઉ.વ.૨૯) (રહે. ખોડીયારપરા શેરી નં.૨૬) ને, તાલુકા પોલીસે પુનીત નગરની બાજુમાં શીવ વાટીકા પાછળથી દિપકસિંહ રેવુભા જાડેજા (ઉ.વ.૩૪) (રહે. કર્મચારી સોસાયટી શેરી નં.૯) ને  અને પુષ્પરાજસિંહ મહાવિરસિંહ જાડેજા (ઉ.વ.૨૧) (રહે. નંદનવન-૩) ને દારૂની ચાર બોટલ સાથે, પુનીતનગરની બાજુમાંથી પુષ્પરાજસિંહ મહાવીરસિંહ જાડેજા (ઉ.વ.૨૧) (રહે. નંદનવન-૩,૧૫૦ફૂટ રોડ) ને દારૂની ૪ બોટલ સાથે પકડી લીધો હતો, જયારે દિપુ ગોંડલવાળાની શોધખોળ હાથ ધરી છે, તથા પંચાયતનગર ચોક પાસેથી યુનિવર્સિટી પોલીસે એકટીવામાંથી દારૂની એક બોટલ સાથે બિલાલ સિકંદરભાઇ રાવડા (ઉ.વ.૨૪) (રહે. રામનાથપરા શેરી નં.૩) ને  પકડી લીધો હતો.

(4:16 pm IST)