રાજકોટ
News of Saturday, 7th December 2019

હિન્દી વેબ સિરીઝ 'યે કિસી સે ના કહેના'નું મુહૂર્ત

રાજકોટ : વી.સી.ફિલ્મ સીટી દ્વારા નિર્મિત વેબ સિરીઝના પ્રથમ એપિસોડનું થયેલ શૂટીંગ જેમાં બેકાર યુવા ધન કીમીયાગર બનીને લોકોને છેતરે છે અને પોતાનો શોખને નિર્વાહ કરે છે. તેની લવસ્ટોરીને કોમેડીને વણી લેવામાં આવી છે. જેમાં અભિનય - કાજલ દાવડા, વંદન ટાંક, હસમુખ રાજપોપટ, બાબુ માટીયા, ભરત વરીયા, આશિષ માંડલીયાએ અભિનયના ઓજસ પાથર્યા છે. કથા - પટકથા - સંવાદ - રાજેન્દ્ર ગૌસ્વામીના છે. છબીકલા કેયુર ચૌહાણ, લોકેશન : સહયોગ : ફાઈવ ગાઈઝ ફૂડ્ઝ ઝોન, રાજકોટ, આસીસ્ટન્ટ ડીરેકટર : રાજેન્દ્ર ગોસ્વામી, પ્રોડકશન મેનેજ : ભરત વરીયા તેમજ આ વેબ સીરીઝનું ડીરેકશન દિપક જીંજરીયા કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ વેબ સીરીઝ વી.સી. ફિલ્મ સીટી ચેનલ દર્શાવવામાં આવશે.

(4:14 pm IST)