રાજકોટ
News of Saturday, 7th December 2019

પોપટપરામાં મહિલાની હત્યામાં બુટલેગર યાકુબ તેની પત્ની અને સાળી જેલ હવાલેઃ વધુ ચારની ધરપકડ

ઝડપાયેલામાં યાસીન ઉર્ફે શાહરૂખ, જાવીદ ઉર્ફે જાવલો અને બે સગીરનો સમાવેશ

રાજકોટ તા.૭: પોપટપરામાં આવેલા ગામેતી એપાર્ટમેન્ટમાં રહેતા હમીદાબેન જુણેજા (ઉ.વ.૪૫)ની નજીવી તકરારમાં થયેલી હત્યામાં ઝડપાયેલા બુટલેગર તેની પત્ની અને સાળીના રીમાન્ડ પુર્ણ થતા ત્રણેયને જેલ હવાલે કરાયા છે. જયારે પ્રનગર પોલીસે આ બનાવમાં સામેલ વધુ ચાર સખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ પોપટપરા શેરી નંબર ૧૪માં ગામેતી એપાર્ટમેન્ટમાં રહેતા હમીદાબેન જુણેજાની નજીવી બાબતમાં માથામાં કુકર ફટકારી હત્યા નિપજાવવાના કેસમાં પ્રનગર પોલીસે બુટલેગર યાકુબ મુસા મોટાણી તેની પત્ની અનીષા મોટાણી તેની સાળી પરવીન ઉર્ફે હકુની ધરપકડ કરી ત્રણેયના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અને ત્રણેયના આજે રીમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમ્યાન આ પ્રકરણમાં અન્ય ચાર શખ્સો સામેલ હોવાનું ખુલતા પ્રનગર પોલીસ મથકના પી.આઇ. વી.એસ.વણઝારા તથા પીએસઆઇ બી.વી.બોરીસાગર , હેડ કોન્સ અરવિંદભાઇ, અશોકભાઇ, જનકભાઇ, વિરદેવસિંહ, યુવરાજસિંહ, જયેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ તથા ધર્મેન્દ્રસિંહ અને અશોકભાઇ હુંબલ સહિતે બે સગીર અને ભગવતીપરામાં રહેતા યાસીન ઉર્ફે શાહરૂખ હનિફભાઇ સોઢા (ઉ.વ.૧૯: તેનો ભાઇ જાવીદ ઉર્ફે જાવલો હનીફભાઇ સોઢા (ઉ.વ.૨૬)ની ધરપકડ કરી હતી. ઝડપાયેલો જાવીદ ઉર્ફે જાવલ ક્રાઇમ બ્રાંચમાં વિદેશી દારૂના ગુન્હામાં વોન્ટેડ છે.

(4:12 pm IST)