રાજકોટ
News of Saturday, 7th December 2019

ધર્મનું આચરણ - સત્યનું પાલન - અધ્યાપનનું સેવન કરવા છાત્રોને રાજયપાલની શીખ

૧૪ વિદ્યાશાખાના ૫૭ વિદ્યાર્થીઓને ૭૩ સુવર્ણચંદ્રક એનાયત * ૩૬૫૬૪ સ્નાતકોને ડિગ્રી એનાયત * વિદ્યાર્થીઓને ચારિત્ર્યવાન બનવા પૂ.ભાઈશ્રીના આર્શીવચન * વિદ્યાર્થીઓ લોકલથી ગ્લોબલ બને : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા : રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે પ૪મો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત આચાર્ય વિદ્યાર્થીઓને પદવીએનાયત કરી હતી. તે સમયની તસ્વીર બાજુમાં ભાગવતાચાર્ય શ્રી રમેશભાઇ ઓઝા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુલપતિ નિતીન પેથાણી અને કુલનાયક વિજય દેશાણી સહિતના નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીધારક યુવાનોને માતૃ-પિતૃ-આચાર્ય દેવો ભવની ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવા પદવીધારકોને અનુરોધ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રંગમંચ ભવન ખાતે આયોજિત ૫૪મા પદવીદાન સમારંભમાં કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, આજના દિવસે ઉપાધિ મેળવતા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ ધર્મનું આચરણ-સત્યનું પાલન-અધ્યયનનું સેવન કરવા પ્રવૃત્ત્। થવું જોઇએ, અને ઉન્નત તથા ચારિત્ર્યશીલ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ થવું જોઇએ.

આજના દિવસે ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પદવી મેળવતા તમામ છાત્રોને અભિનંદન આપતાં રાજયપાલશ્રી દેવવ્રતજીએ પ્રેરણાનું પાથેય આપતાં કહયું હતું કે, મેળવેલા શિક્ષણ વિષે ચિંતન કરવાનો અને તેને કાર્યક્ષેત્રમાં અમલી બનાવવાનો આ ઉત્ત્।મ મોકો છે, જેનો લાભ લઇને ઉચ્ચ ભવિષ્યના નિર્માણ માટે પ્રત્યેક વિદ્યાર્થીએ આગળ આવવું જોઇએ.

રાજયપાલશ્રીએ તેમના વકતવ્ય દરમ્યાન શુધ્ધ સંસ્કૃતમાં શ્લોકોનું ઉચ્ચારણ કરીને પોતાની વિદ્વત્ત્।ાનો ઉપસ્થિતોને સુપેરે પરિચય કરાવ્યો હતો, ભારતીય શાસ્ત્રોમાં વર્ણવાયેલી ધર્મ, સમાજ, વર્ણવ્યવસ્થા વગેરેની વિષદ વ્યાખ્યા રાજયપાલશ્રીએ તેમના પ્રવચનમાં સામેલ કરી હતી, અને પોતાના માટે શ્રેષ્ઠ લાગતું કાર્ય જ અન્યો માટે આચરણમાં મુકવા પર ભાર મુકયો હતો.

પીડી માલવિયા કોલેજના છાત્રોએ નામદાર રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતને ગાર્ડ ઓફ ઓનર પેશ કર્યું હતું. રાજયપાલશ્રી તથા અન્ય આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ તમામ ઉપસ્થિતોને આવકાર્યા હતા, જયારે કુલપતિશ્રી નિતિનભાઇ પેથાણીએ પ્રાસંગિક પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોના વડાઓએ સુતરની આંટી અને સ્મૃતિચિન્હથી તથા મહામહિમ રાજયપાલ શ્રી દેવવ્રત આચાર્યનું તથા અન્ય આમંત્રિતોનું સન્માન કર્યું હતું.

 આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે , વિકાસશીલ દેશમાંથી વિકસીત દેશ બનવા માટેની પ્રક્રિયામાં શિક્ષણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજયના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે પ્રત્યેક નાગરિકોએ જવાબદારીભરી ભૂમિકા અદા કરવાની છે. ગુજરાતના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી ઘડવાનું કાર્ય કર્યું છે.આ પોલીસીના માધ્યમ થકી યુવાનોએ લોકહિતના કાર્યો માટે એક બીજાના ભાગીદાર બનવા અને વિદ્યાર્થિઓને ડિજિટલ ઈન્ડીયાના માધ્યમ થકી લોકલથી ગ્લોબલ બનવા માટે અનુરોધ કર્યો હતો.

તમામ વિદ્યાશાખા વતી ડીનશ્રી મેહુલભાઈ રૂપાણીએ વિધિવત રીતે નામદાર રાજયપાલશ્રીને પદવી પ્રમાણપત્ર એનાયત કરવા નિમંત્રણ પાઠવ્યું હતું, જેનો સ્વીકાર કરીને રાજયપાલશ્રી આચાર્યજીએ વિવિધ વિદ્યાશાખાના છાત્રોને શુભેચ્છાસહ પદવી પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

આ પ્રસંગે જાણીતા કથાકારશ્રી રમેશભાઈ ઓઝાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આર્શીવચન પાઠવ્યા હતા.

પ્રખ૨ ભાગવાચાર્ય અને ૫ો૨બંદ૨ ખાતે સ્થિત સાન્દી૫ની વિદ્યાનિકેતનના અઘ્યક્ષ ૫ૂજય ૨મેશભાઈ ઓઝા (૫ૂજય ભાઈશ્રી) એ સૌ૨ાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના ૫૪ મા દીક્ષાંત સમા૨ોહમાં વિદ્યાર્થીઓને આશિર્વચન આ૫તા જણાવ્યું હતું કે પ્રાચીન ભા૨તમાં શિક્ષણ ૫ૂાપ્ત ક૨વા માટે ગુરૂકુળો વ્યવસ્થામાં હતા અને ગુરૂ દ્વા૨ા મેળવેલ જ્ઞાન/દીક્ષા પ્રાપ્ય કર્યા બાદ દીક્ષાર્થીઓ ૫ોતાના ગુરૂજનોને દક્ષીણા આ૫તા હતા. આજના આ ૨૧ મી સદીના જ્ઞાનના યુગમાં શિક્ષણ માટે વિશ્વવિદ્યાલયો કાર્ય૨ત છે. આજે શિક્ષણ મેળવ્યા બાદ ગુરૂ દક્ષીણામાં આ૫ણે શું આ૫ીએ છીએ તેનો વિદ્યાર્થીઓએ વિચા૨ ક૨વો જોઈએ. ગુરૂ દક્ષીણા એટલે આ૫ણામાં ૨હેલી કોઈ કુટેવ છોડી અને સુટેવ માટે સંકલ્૫બદ્ધ થવું. સમાજ, ૨ાજય, ૨ાષ્ટ્રના કાર્ય માટે તમે શીખેલા જ્ઞાનનો ઉ૫યોગ ક૨ો એ જ સાચી ગુરૂ દક્ષીણા છે.

૫ૂજય ભાઈશ્રીએ જણાવ્યું હતું કે કોઈ૫ણ વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી ૫ોતાનું શિક્ષણ ૫ૂર્ણ ક૨ી સામાજીક જીવનમાં શ્રેષ્ઠતાને પ્રાપ્ત ક૨ે ત્યા૨ે તે વિશ્વવિદ્યાલયનું નામ ઉજાગ૨ ક૨તો હોય છે. તમે આ વિશ્વવિદ્યાલયના ઘ૨ેણા છો. આજના સમયમાં વિદ્યાર્થીઓએ આ૫ણી માતૃભાષા ગુજ૨ાતી, ૨ાષ્ટ્રભાષા હિન્દી અને વિશ્વની એક માત્ર દેવભાષા સંસ્કૃતનું જ્ઞાન મેળવવું જોઈએ. સંસ્કૃત એ વિશ્વની દ૨ેક ભાષાની જનની છે. યુવાનોએ વાંચનનો અભિગમ કેળવવો જોઈએ. એક સા૨ું ૫ુસ્તક તમા૨ા જીવનમાં ખૂબ મોટું ૫િ૨વર્તન લાવી શકે છે. સા૨ાં ૫ુસ્તકો વાંચવાથી ઉચ્ચ સંસ્કા૨ોનું જીવનમાં સિંચન થાય છે.

આ ૫દવીદાન સમા૨ોહમાં કુલ ૧૪ વિદ્યાશાખાના ૩૬૫૬૪ વિદ્યાર્થીઓને ૫દવીઓ એનાયત ક૨વામાં આવેલ હતી અને ૫૭ વિદ્યાર્થીઓને ૭૩ ગોલ્ડમેડલ અ૫ર્ણ ક૨વામાં આવેલ હતા. દીવ કોલેજની વિદ્યાર્થીની શ્રી સોલંકી ભૂમિકા મનસુખભાઈને થર્ડ બી.એ. માં સૌથી વધુ ૪ (ચા૨) ગોલ્ડમેડલ અને ૮ (આઠ) પ્રાઈઝ તથા જામનગ૨ની એમ.૫ી. શાહ મેડીકલ કોલેજના વિદ્યાર્થીની શ્રી દીક્ષીત પ્રશંસા પ્રશાંતભાઈને થર્ડ એમ.બી.બી.એસ. માં સૌથી વધુ ૪ (ચા૨) ગોલ્ડમેડલ તથા ૩ (ત્રણ) પ્રાઈઝ એનાયત થયેલ હતા.

૫દવીદાન સમા૨ોહનું સુંદ૨ સંચાલન એચ.આ૨.ડી.સી. ના ડાય૨ેકટ૨શ્રી ડો. કલાધ૨ભાઈ આર્યએ ક૨ેલ હતું અને આભા૨વિધિ ૫૨ીક્ષા નિયામકશ્રી અમીતભાઈ ૫ા૨ેખે ક૨ેલ હતી. અંતમાં સામૂહિક ૨ાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સં૫ન્ન થયેલ હતો.

આ ૫દવીદાન સમા૨ોહમાં સિન્ડિકેટ સભ્યશ્રીઓ સર્વશ્રી ડો. મેહુલભાઈ રૂ૫ાણી, ડો. ભાવીનભાઈ કોઠા૨ી, ડો. જી.સી. ભીમાણી, ડો. નેહલભાઈ શુકલ, ડો. ભ૨તભાઈ ૨ામાનુજ, ડો. વિજયભાઈ ૫ટેલ, ડો. પ્રતા૫સિંહ ચૌહાણ, ડો. ધ૨મભાઈ કાંબલીયા, ડો. અનિરૂદ્ધસિંહ ૫ઢીયા૨, ડો. વિમલભાઈ ૫૨મા૨, ડો. પ્રફુલ્લાબને ૨ાવલ, ડો. પ્રવિણસિંહ ચૌહાણ, શ્રી ભ૨તભાઈ વેક૨ીયા, ડો. હ૨દેવસિંહ જાડેજા તેમજ વિવિધ વિદ્યાશાખાન ડીનશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ, ભવનોના અઘ્યક્ષશ્રીઓ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચા૨ીઓ તથા વિશાળ સંખ્યામાં ૫દવી મેળવના૨ વિદ્યાર્થીઓ ઉ૫સ્થિત ૨હયા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૪મા પદવીદાન સમારંભમાં વિવિધ ૧૪ વિદ્યાશાખાના ૩૬,૫૬૪ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૩ વિદ્યાશાખાના ૫૭ વિદ્યાર્થીઓને કુલ ૭૩ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિશ્રી ચેતન ત્રિવેદી, રજિસ્ટ્રારશ્રી રમેશભાઇ પરમાર, પરીક્ષા નિયામકશ્રી અમીતભાઇ પારેખ, પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્ર પાડલિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્યો, વિવિધ વિદ્યાશાખાના વડાઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, તથા તેમના વાલીઓ, શિક્ષણપ્રેમી નગરજનો તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમગ્ર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહયા હતા.

(4:10 pm IST)