રાજકોટ
News of Saturday, 7th December 2019

રાજકોટના કરાટે ચેમ્પીયન્સઃ ઈન્ટરનેશનલ ર્સ્પધામાં ૧૧-ગોલ્ડ, ૮-સીલ્વર, ૨૦- બ્રોન્ઝ

રાજકોટઃ ૧૭મી ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ ગઈ જેમાં ૬ દેશોના ૬૦૦ જેટલા કરાટે હરીફોએ અલગ અલગ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ઈન્ડિયા, ઈંગ્લેન્ડ, ઈંડોનેશિયા, નેપાળ, શ્રીલંકા તેમજ બાંગ્લાદેશના કરાટે હરીફોએ ભાગ લીધો હતો. ૧૭મી ડબલ્યુકેઆઈ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં કરાટે કોચ સનસે રણજીત ચૌહાણ તેમજ સનસે નીલમ ચાવડાના માર્ગદર્શન નીચે રાજકોટના ૨૬ સ્પર્ધકોએ કરાટે ચેમ્પિયનશીપમાં પોતાનું કૌશલ્ય બતાવ્યુ હતું. સ્પર્ધકોએ કુમિતે (ફાઈટ) તેમજ કાતા ઈવેન્ટમાં પોતાનું અદ્દભુત પ્રદર્શન કરી ૧૧ ગોલ્ડ મેડલ ૮ સિલ્વર મેડલ તેમજ ૨૦ બ્રોન્ઝ મેડલ મેળવી ૧૭મી ડબલ્યુકેઆઈ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ટીમના વધારે ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન મેળવી ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ડંકો  વગાળ્યો છે.

વિજેતાઓમાં અભિચંદાણી સૃસ્ટીઇ જે. કાતા- ગોલ્ડ / ફાઈટ- ગોલ્ડ, કોઠારી ક્રિશ ડી. કાતા- ગોલ્ડ / ફાઈટ- ગોલ્ડ, કૂવાડિયા સોહમ જે. ફાઈટ- ગોલ્ડ / કાતા- સિલ્વર, ગુપ્તા સગુણ ફાઈટ- ગોલ્ડ / કાતા- બ્રોન્ઝ, ભીમાણી પ્રાપ્તિ એન.ફાઈટ- ગોલ્ડ / કાતા બ્રોન્ઝ, જેઠવા શિવાન્સીબા વી. કાતા- ગોલ્ડ/ ફાઈટ- બ્રોન્ઝ, વાડોરિયા ભકિત એસ. કાતા- ગોલ્ડ, રૂપાવટીયા પરમ ડે. ફાઈટ- ગોલ્ડ, ત્રિવેદી આયુષ એ. ફાઈટ- ગોલ્ડ, મકવાણા ધ્રુવી જે. કાતા- સિલ્વર / ફાઈટ- સિલ્વર,  અભિચંદાણી રિધ્ધી જે. કાતા- સિલ્વર / ફાઈટ- બ્રોન્ઝ,રેણપરા હર્ષ ફાઈટ સિલ્વર/ કાતા બ્રોન્ઝ,  જાડેજા રાજવીરસિંહ ફાઈટ- સિલ્વર / કાતા- બ્રોન્ઝ, ધરજિયા પરથા ફાઈટ- સિલ્વર / કાતા- બ્રોન્ઝ, ઉનાડકટ વેદાંત ફાઈટ- સિલ્વર, બારૈયા ભવ્યા એન. ફાઈટ- બ્રોન્ઝ / કાતા- બ્રોન્ઝ, સેજપાલ આર્ચી ફાઈટ- બ્રોન્ઝ / કાતા- બ્રોન્ઝ, ભારમલ હુસેના ફાઈટ- બ્રોન્ઝ / કાતા- બ્રોન્ઝ, જયારે ફાઈટમાં તલસાણીયા પૂર્વા, ચાવડા ભૂમિ જે., વોરા યાના, અકબરી મંથન, લાખાણી ધનરાજ, ગોકાણી યુવલ, મકવાણા ધૈર્ય, કૂવાળ સુભમએ બ્રોન્ઝ મેળવ્યો હતો.

(4:08 pm IST)