રાજકોટ
News of Saturday, 7th December 2019

લાયન્સ કલબ ઈન્ટરનેશનલનું ૪૭મું એરીયા ફોરમઃ સૌરાષ્ટ્ર- કચ્છના પ્રતિનીધીઓ ભાગ લેશે

ચેન્નઈમાં ૫૬ દેશના ૩ હજારથી વધુ સભ્યોનું ૧૪ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન

રાજકોટ,તા.૭: વિશ્વમાં ૨૧૪ દેશોમાં લાયન્સ કલબ ઈન્ટરનેશનલની કલબો વિવિધ પ્રકારની સેવાઓ કરી રહી છે. ૧૪ લાખથી વધુ સભ્યો ધરાવતી લાયન્સ કલબ ઈન્ટરનેશનલ દ્વારા વહીવટીય પ્રક્રિયાને ધ્યાનમાં રાખી ૭ એરીયામાં વિભાજન કરાવામાં આવેલ છે. જેમાથી ભારત, સાઉથ આફ્રિકા અને મીડલ ઈસ્ટના ૫૬ દેશો આગામી તારીખ ૧૪ ડિસેમ્બરથી ૧૭ ડિસેમ્બર સુધી ચેન્નઈ મુકામે એરીયા ફોરમમાં હાજરી આપશે. અંદાજે ૩૦૦૦ થી વધુ સદસ્યો આ ફોરમમાં ભાગ લેશે.

આ ફોરમમાં જેન્ડર ઈકવાલીટી અને વુમન એમ્પાવરમેન્ટ, પર્યાવરણ અને ડાયાબીટીસ ઉપર લાયન્સ અને લીયોના મેમ્બરોને માહિતગાર કરાવશે. આ ઉપરાંત દરેક મેમ્બર પોતાના દેશમાં કરેલ સેવાકીય પ્રવૃતિઓની સફળ સ્ટોરીની એકબીજા સાથે આપ લે કરશે.

ભારતની અંદર ૩ લાખ સદસ્યો લાયન્સ કલબમાં જોડાય અને વિવિધ પ્રકારની જનઉપયોગી સેવાઓ કરી રહયા છે. ૭ર ડીસ્ટ્રીકટમાં સમ્રગ ભારતને આવરી લેવામાં આવેલ છે. જેમાનું ૧ ડિસ્ટ્રીકટ ૩ર૩ર એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છનો વિભાગ છેલ્લા ૫૦ વર્ષથી સેવા કરી રહયા છે. વિવિધ શહેરોમાં ૬૦ જેટલી કલબો દ્વારા ર૫૦૦ મેમ્બરો સેવા કરી રહયા છે. જેમા મુખ્યત્વે અંધત્વ નિવારણ, બ્લડ ડોનેશન, વિવિધ રોગોના નિદાન કેમ્પો, પર્યાવરણ માટે વૃક્ષા રોપણ, યુવાનો માટે વિશેષ કાર્યક્રમ શાળા - કોલેજોના શિક્ષકોને ટ્રેનિંગ, જન્મથી બહેરા બાળકોને સાંભળતા કરવા અને બહેરાશ મુકત ગુજરાત તથા વિધવા બહેનોને અનાજ, સમુહ લગ્ન, રાષ્ટ્રિય તહેવારો અને પારંપરીક તહેવારોની ઉજવણી વિગેરે સેવાના કાર્યો કરી રહી છે.

આ એરીયા ફોરમમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્ર કચ્છના તત્કાલીન ગર્વનર ચંદ્રકાંતભાઈ દફતરી, શ્રી બીપીનભાઈ મહેતા, શ્રી એસ. કે. ગર્ગ, શ્રી આર. એસ. મેવાડા, ડોલરભાઈ કોઠારી તથા સમીર ખીરા સૌરાષ્ટ્ર અને કચ્છનું પ્રતિનિધિત્વ કરવા ચેન્નઈ મુકામે જેઈ રહયા છે. અગ્રણીઓએ કાર્યક્રમ અંગે ''અકિલા'' કાર્યાલયની મુલાકાત લીધી હતી.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)