રાજકોટ
News of Saturday, 7th December 2019

ત્રીવેણી ગેઇટ નજીક નાલા પાસે બાઇક સાથે એકટીવા ભટકાડી પ્રવિણભાઇ કોળી પર હુમલો

૨૫ વર્ષના બે અજાણ્યા શખ્સોએ લૂંટ કરવાના ઇરાદે યુવાનને મારમાર્યાની શંકા

રાજકોટ તા.૭: શહેરના પેડક રોડ પર ત્રીવેણી ગેઇટ નજીક વાલ્મીકી આવાસના કવાટર પાસે નાળાની બાજુમાં બાઇક પાછળ એકટીવા ભટકાડી બે અજાણ્યા શખ્સોએ વણકર યુવાનને મારમાર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર ત્રીવેણી સોસાયટી શેરી નં.૩માં રહેતા પ્રવિણભાઇ મોહનભાઇ માલકીયા (ઉ.વ.૪૨) ત્રીવેણી ગેઇટ પાસે ચાદીની મજૂરી કામ કરતા હોઇ તેથી પરમ દિવસે તે દુકાને હતા. બાદ રાત્રે તે પોતાનુ બાઇક લઇને ગ્રીનલેન્ડ ચોકડી પાસે નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરીને પરત આવતા હતા. ત્યારે ત્રીવેણી ગેઇટ નજીક વાલ્મીકી આવાસના કવાટર પાસે નાળાની બાજુમાં પહોંચતા એકટીવા પર બે શખ્સોએ પાછળથી એકટીવા ભટકાડી ઝઘડો કરી ગાળો આપી કોઇ હથીયાર વડે મારમારી જાનથી મારીનાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં લૂંટ કરવાના ઇરાદે બે શખ્સોએ એકટીવા ભટકાડી વણકર યુવાનને મારમાર્યાની શંકા પોલીસે વ્યકત કરી છે આ અંગે બીડીવીઝન પોલીસે બે અજાણ્ય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસ આઇ જે.આર.સરવૈયાએ તપાસ આદરી છે.

(4:02 pm IST)