રાણીમા રૂડીમાં ચોક પાસે મિત્રના જન્મ દિવસની ઉજવણી કરવા બાબતે પ્રકાશ જાદવ પર છરી-ધોકાથી હુમલો
જાહીદ,ઇસ્માઇલ,ફરીદ, સલમાન અને અલાઉદીન સામે એટ્રોસીટી
રાજકોટ તા.૭: રૈયાધાર રાણીમા રૂડીમાં ચોક પાસે મિત્રના જન્મદિવસની ઉજવણી બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી પાંચ શખ્સોએ મારમારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રૈયાધાર જયભીમ ચોકની બાજુની શેરીમાં રહેતો પ્રકાશ ડાહયાભાઇ જાદવ (ઉ.વ.૨૧) પરમ દિવસે જયભીમ ચોકની બાજુમાં રાણીમા રૂડીમાં ચોકમાં મિત્રના જન્મદિવસની ઉજવણી માટે અન્ય મિત્રો સાથે હતો. બાદ મિત્રના જન્મદિવસની ઉજવણી કરતા હતા ત્યારે રૈયાધારમાં રહેતા જાહીદ જુણેજા, ઇસ્માઇલ જુણેજા, ફરીદ જુણેજા સલમાન અને અલાઉદીનને સારૂ ન લાગતા પ્રકાશ સાથે ઝઘડો કરી જ્ઞાતિપ્રત્યે હડધૂત કરી જાહીદે ઉશ્કેરાઇને છરી કાઢી પ્રકાશને જમણા હાથના બાવળાના ભાગે છરકો કરી ઇજા કરી હતી અને બીજા ચાર શખ્સોએ લાકડાના ધોકાવડે તથા ઢીકા પાટુનો માર માર્યો હતો. બાદ પ્રકાશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે પાંચેય શખ્સોવિરૂધ્ધ રાયોટ તથા પાંચેય એટ્રોસીટીના કલમ હેઠળ ગુનો દાખલ કરી પાંચેયને સકંજામાં લઇ લીધા હતા.