રાજકોટ
News of Saturday, 7th December 2019

હેલ્મેટ કાનુનમાં નિર્ણય અધુરોઃ સત્યાગ્રહની લડત ચાલુ રહેશે

૧૧મીએ રેસકોર્ષ મેદાનથી માણીયાસણ જઇ સવિનય કાનૂન ભંગઃ હાઇવે ઉપરની અમલવારી પણ દુર કરો

રાજકોટ : સરકારે હેલ્મેટના કાનુનમાં જાહેર કરેલ ફેરફાર સંતોષજનક નથીઃ શહેરમાં મુકિત અપાઇ છે પરંતુ હાઇ વે ઉપરની અમલવારી પણ મંજુર ન હોવાનુ રાજકોટના સત્યાગ્રહોએ હુંકારભેર જણાવીને  લડત ચાલુ જ રાખવાની  જાહેરાત કરી છે.  હેલ્મેટ મરજીયાત તો સીટબેલ્ટ મરજીયાત શા માટે ? તેવા સવાલ ઉઠાવી સત્યાગ્રહીઓએ આગામી તા.૧૧ના બુધવારે સવિનય કાનુન ભંગ નું એલાન આપ્યુ છે. હાઇવે ઉપર પણ હેલ્મેટની અમલવારી હટાવી લેવાની માંગણી સાથે બૂધવારે સવારે ૧૦ વાગ્યે ૩૬ સત્યાગ્રહીઓ અને ક્રાંતિકારી નાગરીકો પોલીસ પરમીશન વગર ઙ્ગ રેસકોર્ષ મેદાનમાં પહોંચી સવિનય કાનૂન ભંગ કરશે. હેલ્મેટ પહેર્યા વગર જ રેલી સ્વરૂપે હાઇવે ઉપર માલીયાસણ સુધી જઇ કાનૂન જંગ કરશે. આ  બાબતે મુખ્યમંત્રી અને પોલીસ કમિશ્નરને પત્ર પાઠવી જનાર વ્યકિતગત  સવિનય કાનૂન ભંગ અંગેની જાણ કરાઇ હોવાનુ તેઓએ જણાવ્યુ છે. તસ્વીરમાં સત્યાગ્રહ સમિતિના અશોકભાઇ પટેલ (મો. ૯૪૨૮૨ ૭૫૫૫૦) પ્રવિણભાઇ લાખાણી, જયેશભાઇ રૂપારેલીયા , મહેશભાઇ મહિપાલ અનિતકાંતા પટેલ, દાદુભાઇ લાંગા વગેરે રેસકોર્ષ ચોકમાં સુત્રોચ્ચાર કરતા નજરે પડે છે.

(3:59 pm IST)