રાજકોટ
News of Saturday, 7th December 2019

વોર્ડ નં.૧૫ના રામ પાર્ક-મુકેશપાર્કમાં ડ્રેનેજ લાઇન નખાશેઃ કામનો પ્રારંભ

રાજકોટ તા.૭: વોર્ડ નં.૧૫મા આવેલા શ્રી રામ પાર્ક, મુકેશ પાર્કમાં ડ્રેનેજ લાઈનનું ખાતમુહૂર્ત કરતા વિધાનસભા ૬૮ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ગુજરાત યુવા સાધુ સમાજ સંગઠન રાજકોટ પ્રમુખશ્રી ઉજેશભાઈ દેશાણી, અજયભાઈ ચાવડા, અશોકભાઈ બોરીચા, પંકજ ચાઉં તથા વોર્ડ નં.૧૫ના પ્રમુખશ્રી સોમાભાઈ ભાલીયા, મહામંત્રી શ્રી રત્નાભાઈ મોરી, મયુરભાઈ બથવાર, વોર્ડ કાર્યકર્તા વિનોદકુમર ખાણીયા, હસુભાઈ છાટબાર, નાનજીભાઈ ધરજીયા, ભરતભાઈ વિશ્વકર્મા, દેવજીભાઈ ધરજીયા, પ્રમુખશ્રી વિજયભાઈ હુંબલ, નિકુલભાઇ, જીગ્નેશભાઈ ગોંડલીયા, રાહુલભાઈ, નીતિનભાઈ આંબલીયા, અતુલભાઈ કુવાડીયા, મનુભાઈ ખુંગલા, દેવશંકરભાઈ જોષી, વિરેન્દ્રભાઈ ચાવડા, રણજીતભાઈ ગઢવી, ધીરુપુરી બાપુ, વિક્રમભાઈ લાવડિયા, નરશીભાઈ પટેલ, મેરામભાઈ કુવાડીયા તેમજ વિસ્તારના ભાઈઓ-્રબહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહેલ અને ડ્રેનેજ કામનો શુભારંભ થતા ખુશીની લાગણી વ્યકત કરી હતી.

(3:58 pm IST)