રાજકોટ
News of Saturday, 7th December 2019

આઇ.ટી.આઇ. કર્મચારી કાઉન્સીલ દ્વારા સોમવારે વર્ષગાંઠ સમારોહ-મેગેઝીન વિમોચન

રાજકોટઃ તા.૭, આઇ.ટી.આઇ.કર્મચારી કાઉન્સીલની રચનાને એક વર્ષ પૂર્ણ થતા તા.૯ના સોમવારે પ્રથમ વર્ષગાંઠ સમારોહનું આયોજન થયું છે. બહુમાળી ભવન રાજકોટ ખાતે સોમવારે સવારે આયોજીત આ કાર્યક્રમ દરમિયાન 'કૌશલ્ય સુબોધ' માસિક મેગેઝીનનું વિમોચન કરાશે.

આસામ, તેલંગાણા, નાગાલેન્ડ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, કેરલ, જમ્મુ- કાશ્મીર, દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરીયાણા, મેઘાલય, દીવ-દમણ, છત્તીસગઢ તથા ગુજરાત રાજયના તમામ જીલ્લાના હોદેદારો ઉપસ્થિત રહેશે.  સમગ્ર આયોજનને સફળ બનાવવા કાઉન્સીલ ઉપપ્રમુખ આર.ડી.જાડેજા (મો.૯૪૨૬૪૬૦૮૮૦)ના નેતૃત્વમાં તેજસ આર કિંદરખેડીયા, કિશોરભાઇ બોરણીયા, સહદેવસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ જાડેજા, મયુરસિંહ રાણા, રવિભાઇ બોદર, મનીષભાઇ ઠુંમર જહેમત ઉઠાવી રહયા છે.

(3:45 pm IST)