રાજકોટ
News of Saturday, 7th December 2019

સોમવારે ઇદે ગૌષિયાઃ સર્વત્ર જુલૂસ-ઉર્ષ

ધોરણ પાંચના હિન્દી પાઠય પુસ્તકમાં જેમનો પાઠ આવે છે તે મહાન ઓલિયાની સ્મૃતિમાં : સુન્ની મુસ્લિમ સંપ્રદાય દ્વારા મોટાપીરની મનાવાશે અગિયારમી શરીફઃ સામુહિક ઉપરાંત જ્ઞાતિવાર જમણવારના આયોજન : રાજકોટમાં સોમવારે બપોરે ૩ વાગ્યે રામનાથપરામાંથી જુલૂસ શરૂ થઇ રાતે ગેબનશાહપીર દરગાહે પહોંચશેઃ રવિવારે રાત્રીના મસ્જીદોમાં ઇબાદત

જુલૂસે ગોૈષિયાહ  :  યાદે ગોૈષુલવરા કમેટી તરફથી જુલુસને કામયાબ બનાવવા ઇસ્લામ અને શરીઅતને ધ્યાને રાખી યા ગોૈષ અલમદદના નારા સાથે જુલુસમાં હાજરી આપી જુલુસને સફળ બનાવવા બહોળી સંખ્યામાં જોડાવવા અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે, અમન શાંતી અને એખલાસથી ઇસ્લામની શાનમાં વધારો થાય એ રીતે શાનો શોૈકતથી નીકળશે તેમ યાદે ગોૈષુલવરા જુલુસ કમેટીના મુખ્ય આયોજક  મહેબુબભાઇ અજમેરી કમેટીના પ્રમુખ અજરૂદીન બાપુ કાદરી, કાર્યકારી પ્રમુખ એજાજબાપુ બુખારી, હોદ્દેદારો અને સભ્યો સિકંદરબાપુ કાદરી, હબીબભાઇ કટારીયા, ઇકબાલભાઇ બેલીમ, યુનુસભાઇ ઝુણેજા (જયહિંદ), રજાકભાઇ જામનગરી, રજાકભાઇ ઝુણેજા, યુજુસભાઇ ઝુણેજા (લક્કી), હાસમભાઇ ચોૈહાણ, ઇમરાનભાઇ પરમાર, પરવેઝભાઇ કુરેશી, ગફારભાઇ ખલીફા, ફિરોજભાઇ અજમેરી, રજાકભાઇ કારયાણીયા, સલીમ આરબ, આરીફ અજમેરી, યુસુફભાઇ દલ, વકારભાઇ બ્લોચ વગેરે હાજર રહી 'અકીલા' કાર્યાલયે વિગતો આપી હતી ત્યારની તસ્વીર (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭ :.. આગામી સોમવારે સુન્ની મુસ્લિમ સંપ્રદાય દ્વારા મહાન ઔલિયા અને ઔલિયાઓના સરદાર, મોટાપીરની સ્મૃતિમાં 'ઇદે ગૌષિયાહ' ની ઉજવણી કરવામાં આવનાર છે.

દર વર્ષે ઇસ્લામી પંચાગના ૪થા મહીના રબી ઉલ આખરની ૧૧ મી તારીખે આ ઇદે ગૌષિયાહ ઉજવવામાં આવે છે. વાસ્તવમાં આ કોઇ તિથી દિવસ કે જન્મ દિવસ નથી. પરંતુ પૈગમ્બર સાહેબના વારસ હઝરત પીર શેખ અબ્દુલ કાદીર જીલાની (રહે.) ની સ્મૃતિમાં આ દિવસ ઉજવાય છે જે અગિયારમી શરીફ તરીકે પણ ઓળખાય છે.

આ દિવસની સુન્ની મુસ્લિમ સંપ્રદાયમાં  અતિ મહત્વતા છે અને એ દિવસે જગ્યા જગ્યા એ સામુહિક પ્રસાદ (નિયાઝ) ના જમણવાર યોજાયા છે એ ત્યાં સુધી કે જ્ઞાતિ વાર અને અંગત રીતે પણ જાહેર સામુહિક જમણવારના પરંપરાગત વર્ષો  દ્વારા કાર્યક્રમો યોજાય છે.

ગામ હોય કે શહેર હોઇ સર્વત્ર ઇદે ગૌષિયાની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ, જુનાગઢ, ઉપલેટા, ધોરાજી, પોરબંદર, વેરાવળ, ગોંડલ, વિગેરે ગામો અને શહેરોમાં મોટાપીરની પ્રસંશામાં જુલુસો પણ કાઢવામાં આવે છે.

સોમવાર પૂર્વે રવિવાર રાત્રે આ તકે દરેક મસ્જીદોમાં મીલાદ-વાઅઝ અને મોટાપીરના બાલ મુબારકના દર્શનના કાર્યક્રમો પણ યોજાઇ છે અને સોમવારે બપોરે ઘરે ઘરે ફાતેહા ખ્વાની  (શ્રાધ્ધ તર્પણ) થશે.

આ ઉપરાંત માંગરોળ, જામકંડોરણા, કોડીનાર, રાજકોટ સહિતના અનેક ગામોમાં મોટાપીરની પ્રસંશામાં ઉર્ષના કાર્યક્રમો પણ યોજાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે, પૈગમ્બરના વારસ હઝરત શેખપીર અબ્દુલ કાદીર જીલાની (રહે.) મૂળ ગિલાન શરીફ (ઇરાન) ના રહી શહતા અને હાલમાં તેઓની દરગાહ બગદાદ શરીફ (ઇરાક)ના પાટનગરની મધ્યમાં આવેલ છે.

જયાં પણ દેશ-વિદેશના રપ હજાર જેટલા શ્રધ્ધાળુઓ અગિયારમી શરીફના પ્રસંગે દર વર્ષે પહોંચે છે.

જેઓને ખુદા તરફથી સમગ્ર વિશ્વના ઔલિયાઓ, સુફી સંતોના સરદાર બનાવવામાં આવ્યા છે.

જેથી સાદી ભાષામાં તેઓ મોટાપીર તરીકે ઓળખાય છે અને વર્ષો થયા ગુજરાતી અભ્યાસક્રમમાં તેઓનો પાઠ આવતો હતો અને આજે પણ ધોરણ- પાંચના હિન્દી પાઠય પુસ્તકમાં તેઓનો પાઠ અભ્યાસક્રમમાં સામેલ છે.

યાદે ગોૈષુલવરા કમેટી દ્વારા રાજકોટમાં શાનદાર આયોજન

જશ્ને ગોૈષુલવરા કમીટીના મુખ્ય આયોજક મહેબુબભાઇ અજમેરી, જુલુસ કમેટીના પ્રમુખ અજરૂદીનબાપુ કાદરી અને કાર્યકારી પ્રમુખ એજાજબાપુ બુખારીની યાદીમાં જણાવાયું છે કે, મુસ્લીમ બિરાદરોને જાણ કરતા અત્યંત ખુશી થાય છે કે તાજદારે બગદાદ પીરાને પીર રોશન જમીર મહેબુબે સુબ્હાની શોહે જીલ્લાની રદિ અલ્લાહ તઆલા અન્હુની યાદમાં દર સાલની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેરમાં શાનદાર જુલુસનું આયોજન યાદે ગોૈષુલવરા કમિટી દ્વારા કરવામાં આવેલ છે જે ઇસ્લામી તા.૧૧ રબીઉલ આખીર મુતાબીક સોમવારે બપોરે ત્રણ વાગ્યે રામનાથપરા ગરૂડ ગરબી ચોકથી શરૂ થઇને રાબેતા મુજબના રૂટ ઉપર પસાર થઇને શઝરત ગેબનશાહ પીરની દરગાહ ખાતે રાત્રીના ૮.૩૦ કલાકે પૂર્ણ થશે.

વધુમાં સમસ્ત મુસ્લીમ બીરાદરોને જણાવવાનું કે આ જુલુસમાં અદબો એહતરામની સાથે જોડાઇ ભાઇચારાની આલા મીશાલ પેશ કરી, જુલુસને કામયાબ બનાવી સરકારે ગોૈષ આઝમની શાનમાં ગુલામે ગોૈષબની મહોબ્બતનો સબુત પેશ કરવા ગુજારીશ કરવામાં આવે છે. (પ-૧૯)

(4:04 pm IST)