રાજકોટ
News of Friday, 7th December 2018

સ્વાતી સોસાયટીમાં ડામર રોડનું ખાતમુહુર્ત કરતા અંજલીબેન રૂપાણી

રાજકોટઃવોર્ડ નં. ૧૦ના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગર પાલીકા દ્વારા કાલાવડ રોડ પર આવેલ સ્વાતી સોસાયટીમાં ડામર રોડનું ખાત મુહુર્ત મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્વીનભાઇ ભોરણીયા, પુર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, ઉપપ્રમુખ નીરૂભા વાઘેલા, નીલેશભાઇ અનડકટ તથા સ્વાતી સોસાયટીના નરેન્દ્રસિંહ જાડેજા, વૈકુંઠભાઇ સોનેજી, ચંદ્રકાંત મંડીર, જતીનભાઇ કુંડલીયા,  એમ.જે.ઝાલા, અપુર્વભાઇ પોપટ, રાજુભાઇ કાનાબાર, રમેશભાઇ શાહ, વિપુલભાઇ પંડયા, નિતીનભાઇ ધનેચા, કૌશીકભાઇ રામાણી, ચંદ્રેશભાઇ મંડીત, હરેશભાઇ બાસોસીયા, આશીષભાઇ વાળા, ચંદુભાઇ બોઘાણી, જયાબેન બોઘાણી, હંસાબેન, મીનાબેન પંડયા, દિવાળીબેન વારા, દતાબેન ધનેશા, નયનાબેન પંડયા, સંધ્યાબેન શેઠ,  અલ્પાબેન ગોંડલીયા, મેઘાબેન વૈષ્ણવ, રેખાબેન રામાણી સહીતના સ્થાનીક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(4:06 pm IST)