રાજકોટ
News of Friday, 7th December 2018

વેડીંગ શો માં આજે મુંબઇના મોડેલોની ઉપસ્થિતી

રેસકોર્ષ મેદાનમાં સાંજે ફેશન શો : પુનિતા પરમાર, શિવાની નેગી, વૈશ્નવી હરાડ, તનુ રાઠોડ અને સ્થાનીક મોડેલો રેમ્પવોક કરશે : કાલે ડાન્સ કોમ્પીટીશન અને રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમ

રાજકોટ તા. ૭ : રવિ રાંદલ ફિલ્મસ દ્વારા કઇક નવતર કહી શકાય તેવા 'અર્બન વિવાહ વેડીંગ શો' નું રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે આયોજન થયુ છે. જેમાં આજે મુંબઇની મોડલો દ્વારા રેમ્પ વોક થશે.

આજે સાંજે ૬ વાગ્યાથી ફેશન શો અને બ્યુટી કોન્ટેસ્ટનો આરંભ થશે. જેમાં એડ્ અને મોડલીંગમાં પરફોર્મ કરનાર મુંબઇથી પુનિતા પરમાર, શિવાની નેગી, ભોજપુરી, હિન્દી, મરાઠી ફિલ્મોમાં અભિનય કરનાર વૈશ્નવી હરાડ, અમદાવાદના ફોટો શુટર તનુ રાઠોડ, રોશની રાઠોડ, રાજકોટના રીચા મુલ્લા, ક્રિષ્ના બેઝ, મનાલી વગેરે ભાગ લઇ રેમ્પ વોક કરશે.

નિર્ણાયક તરીકે મુંબઇના ફિલ્મ પ્રોડયુસર ડાયરેકટર બેબોજી બગથરીયા ઉપસ્થિત રહેશે.

રાજકોટના ઉભરા મોડેલ્સને પ્રોફેશનલ મોડલ્સ સાથે રેમ્પ વોક કરવાનો ચાન્સ મળશે. જેમાં વિજેતા થનારને શિલ્ડ અને રોકડ પુરસ્કારથી સન્માનીત કરાશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેષ ગણાત્રા સંભાળી રહ્યા છે. દરમિયાન આવતીકાલે તા. ૮ ના ડાન્સ કોમ્પીટીશન અને તા. ૯ ના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલ છે.

સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા નિતિન પટેલ, જીતા દાતાણી, ભરતરાજ (પપ્પુ ડાન્સર), પીનાબેન કોટક (વી કેન ગ્રુપ), જયપ્રકાશ પટેલ (સૌરાષ્ટ્ર ડેવલોપર્સ), અફઝલભાઇ (આશા ઓલ સ્પેસ), ઉમેશ શેઠ (યુ ટર્ન ઓપ્ટીકલ મોલ), બાબુ ભરવાડ, પુનમ ગજજર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:54 pm IST)