રાજકોટ
News of Friday, 7th December 2018

વોર્ડ નં. ૨૨માં બાકડા બેસવા માટે કે ઉંધાવાળીને રાખી દેવા માટે ?

રાજકોટ : મહાનગરપાલિકા પ્રજાના પૈસા ખર્ચીને લોકોને બેસવા માટે બાકડા વસાવે છે. બાકડાથી પ્રજાને સુવિધા મળે છે અને ચૂંટાયેલા કોર્પોરેટરોને પ્રસિધ્ધી મળે છે. ઉપરોકત તસ્વીર વોર્ડ નં. ૨૨ની છે. ઢેબર રોડના છેડે સત્યનારાયણ મેઇન રોડના ખૂણા પર સિમેન્ટ - લોખંડના બોકડા ઉંધા કરીને ખડકી દેવાયા છે. જો જરૂરીયાત ન હોય તો બાંકડા બનાવ્યા શા માટે ? અને પ્રજા માટે જ બાંકડા બનાવ્યા હોય તો યોગ્ય જગ્યાએ મૂકવામાં શું મુહૂર્ત જોવાનું છે ? મહાનગરપાલિકાના અધિકારીઓ - પદાધિકારીઓ બગડતા બાંકડા તરફ ધ્યાન આપે તેવી લોકલાગણી છે. શાસકોને બાંકડા બની જાય અને એનું ચૂકવણુ થઇ જાય પછી ઉપયોગ અંગે રસ નહિ રહેતો હોય? તેવો સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:54 pm IST)