રાજકોટ
News of Friday, 7th December 2018

RDNP+ દ્વારા એઈડ્સ દિનની ઉજવણી

 આરડીએનપી પ્લસ દ્વારા ૧ લી ડીસેમ્બરે એઈડ્સ દિનની ઉજવણી અંતર્ગત તમારી એચ.આઈ.વી.ની અવસ્થાને જાણો તથા સુરક્ષિત રહો તે થીમ ઉપર જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન ત્રિકોણ બાગ જેવા પોસ વિસ્તારમાં કરવામાં આવેલ. જેમાં ત્યાંથી પસાર થતા કોલેજના યુવાનો, સીટી બસના ડ્રાઈવર તેમજ કંડકટર તથા ત્યાંથી પસાર થતા લોકોને એચ.આઈ.વી. વિશે માહિતી આપવામાં આવેલ તથા તેઓ પોતાનું એચ.આઈ.વી.નું સ્ટેટસ જાણે છે કે કેમ તેના ઉપર સમજાવવામાં આવેલ. જેમાં ઘણા બધા યુવાન-યુવતીઓએ ભાગ લીધો તથા પોતાના હસ્તાક્ષર કરેલ. સિગ્નેચર કેમ્પીંગનો મુખ્ય હેતુ લોકો તેમનું એચ.આઈ.વી.નું સ્ટેટસ જાણે થતા તેમનુ પરીક્ષણ કરાવે તે હતું. બીજો કાર્યક્રમ રેડ-રીબીન લગાવી પીન અપ કરવાનો હતો. જેમાં રાજકોટની વિવિધ સરકારી સંસ્થાઓ જેવી કે મ્યુ. કોર્પોરેશન, જિ.પંચાયત, હોસ્પીટલના અધિકારીઓ તથા તેમના કર્મચારીઓ રેડ-રીબીન બાંધવામાં આવી હતી. રાજકોટ ડેરી ખાતે પણ એક અવેરનેસ કાર્યક્રમ થયો હતો.

(3:51 pm IST)