રાજકોટ
News of Friday, 7th December 2018

આઈ શ્રી ખોડીયાર મંદિરના સેવકગણ દ્વારા રવિવારે સર્વજ્ઞાતિય સમૂહલગ્ન

૧૬ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : કરિયાવરમાં ૨૦૦થી વધુ વસ્તુઓ અપાશે : રકતદાન કેમ્પનું પણ આયોજન

રાજકોટ, તા. ૭ : આઈ શ્રી ખોડીયાર મંદિર (૧૦- કેદારનાથ સોસાયટી, કોઠારીયા રોડ) રાજકોટ દ્વારા માતાજીના સાનિધ્યમાં ૧૬ દિકરીઓના ૨૧માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. તેમાં નવવધુને ૨૦૦થી વધારે કરીયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે. આ આયોજન તા.૯ને રવિવારના બપોરે ૩ વાગ્યાથી રાખેલ છે. સાંજે ભોજન પ્રસાદ રાખવામાં આવેલ છે.

આ સમૂહલગ્નમાં રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.

આયોજનને સફળ બનાવવા આઈ શ્રી ખોડીયાર મંદિરના ભુવા પરસોતમભાઈ એન. દોંગા, પ્રતિપાલસિંહ ચુડાસમા, ઉકાભાઈ લાવડીયા, દામજીભાઈ વેકરીયા, અશ્વિનભાઈ રામાણી, બટુકભાઈ મોણપરા, કિશોરભાઈ લીંબાસીયા, મોહનભાઈ ગોહેલ, ગોબરભાઈ દોંગા, સુરેશભાઈ દોંગા, વિશાલભાઈ કોઠારી, રમેશભાઈ દોંગા, ધીરૂભાઈ દોંગા, હેમંતભાઈ દોંગા, ગીરધરભાઈ રૈયાણી, નાથાભાઈ ટીંબડીયા, હિતેશભાઈ આસોદરીયા, મુકેશભાઈ વસોયા, રમેશભાઈ વીરડીયા, સમીરભાઈ કાપડીયા, ચંદુભાઈ ચાંદીવાળા, જીજ્ઞેશભાઈ ટીંબડીયા, સનતભાઈ ગોહેલ, વૈભવભાઈ ફીચડીયા તેમજ નામી અનામી સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

સ્થળ : લક્કીરાજ પાર્ટી પ્લોટ, ભાવનગર હાઈવે, આજી ડેમથી આગળ, માંડા ડુંગર પાસે, રાજકોટ. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૮)

(3:41 pm IST)